દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઝુંસા ગામે આદિવાસી સમાજની સમાજ સુધારણા માટે યોજાઇ બેઠક

0
399
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઝુંસા ગામે આદિવાસી સમાજ સુધારાની બેઠક તા.૧૬/૦૩/૨૦૨૦ ને સોમવારના રોજ સમાજના આગેવાન કાર્યકરો વચ્ચે યોજાઈ હતી. જેમાં લગ્ન પ્રસંગે દહેજ પ્રથા પર નિયંત્રણ લાવવા તેમજ કન્યાદાનમાં વાસણોના બદલે રોકડ રકમ આપવાનું નક્કી થયું છે. જમણવારમાં સાદું ભોજન કરવું તથા અન્ય ખર્ચા ઉપર રોક લગાવી, ડી.જે., બેન્ડ વાજા, ફટાકડા ફોડવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જે લોકો તેનો ભંગ કરે તેની સામે સમાજના આગેવાનો મોટી રકમનો દંડ કરશે. તેવું ઝુંસા ગામે મળેલી ગામ સભામાં નક્કી કરવામાં આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here