દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કાલિયાહેલ સિંચાઈ તળાવનું પાણી નદીમાં વેડફતા ખેડૂતોમાં ભારે રોષ 

0
102
સંજેલી તાલુકામાં આવેલ કાલિયાહેલ સિંચાઈ તળાવનું પાણી વર્તમાન સમયે જવાબદાર અધિકારી ઓની બે દરકારી ના કારણે છેલ્લા કેટલા દિવસ થી નદી માં છોડી ખોટી રીતે વેડફી રહિયા હોવાની ખેડૂતોમાં ભારે ચર્ચા ચાલી રહી છે સંજેલી ટીસાનામુવાડા ઘસલી ભમેલા પ્રતાપુરા ચમારિયા સંજેલી વિસ્તાર ના ખેડૂતોમાં ભારે રોસ ફેલાયો છે એક તરફ ઉનાળો શરૂઆત  થઈ છે જે ખેડૂતોએ સિંચાઈ માટે ના ફોર્મ ભરીને પૈસા ભરેલા છે એમને તો પાણી મળતું નથી અને મોટો જથ્થો પાણીનો ક્યાં કારણ સર વેડફી રહયા છે તે અધિકારીઓ તાપસ કરે તે જરૂડી છે જો આમ ને આમ સિંચાઈ તળાવ નું પાણી નદીમાં છોડી દેવામાં આવશે તો ખરા ઉનાળામાં ખેડૂતો ને પાણી માટે ફાંફા મારવાનો સમય આવશે અગાવું પણ શિયાળા ના સમય માં સંજેલી પ્રતાપુરા  ચમારીયા તરફ ની કેનાલ માં ગાબડાં પડેલા હોય કેટલા ખેતોંરોમાં પાણી ફરી વડિયા હતા અને ખેડૂતો ને મોટું નુકસાન થયું હતું અને શિયાલુ  પાક પણ લઈ સકયા ન  હતા અને વર્તમાન સમય એ આરીતે પાણી વેડફાતા  સિંચાઈ તળાવનું પાણી ખોટી રીતે ના વેડફાઈ તેવી ખેડૂતો ની માંગ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here