દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આદિવાસી પરિવાર તથા ઝુંસા ગામના આગેવાનો દ્વારા મામલતદાર અને પોલીસ સ્ટેશને આપવામાં આવ્યું આવેદનપત્ર

0
331

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આદિવાસી પરિવાર તેમજ ઝુંસા ગામના આગેવાનો દ્વારા તા.૨૦/૦૩/૨૦૨૦ ને શુક્રવારના રોજ રોજ સંજેલી તાલુકા મામલતદાર તથા સંજેલી પોલીસ સ્ટેશનમાં એક આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં લખેલ હતું કે સજેલી તાલુકામાં આદિવાસી પરિવાર અને ઝુંસા ગામમાં ડીજે સિસ્ટમ અને ખોટા ખર્ચા ઉપર સંપૂણ રીતે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને તે બાબતે તા.૧૬/૦૩/૨૦૨૦ ને રવિવારના રોજ ઝુંસા ગામે એક ગ્રામસભા યોજાઈ હતી. આ ગ્રામસભામાં બધાની સહમતિ થી ડીજે સિસ્ટમ અને ખોટા ખર્ચા ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને ભોજનમાં પણ સાદું ભોજનની વાત કરવામાં આવી હતી. આદિવાસી સમાજમાં આ નવા નિયમો બનાવામાં આવ્યા છે ત્યારે કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન નહીં કરે અથવા નિયમોનો ભંગ કરશે તો તેને દંડ તથા સામાજિક બહિષ્કાર કરવામાં આવશે. દાહોદ જિલ્લા મેજીસ્ટ્રેટના હુકમ મુજબ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 મુજબ તેમજ કાયદાકીય રીતે તેની સામે પગલાં ભરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here