દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા વાંસીયા ગામમાં વીજળી પડતા 1 વ્યક્તિનું મૃત્યુ

0
307

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ વાંસીયા ગામમાં રાત્રીના અંદાજે 01:30 વાગ્યાની આસપાસના સમયે કડાકા ભડાકા સાથે કમોસમી વારસાદના છાંટા પડતા વાંસીયા ગામના રહેવાસી ઈશ્વરભાઈ રમેશભાઈ પલાસ ઉમર વર્ષ – 36 કે જેેેઓ તેમના ધાબા ઉપર સુકવવા મુકેલા ચણાના પાકને વરસાદ થી બચાવા માટે અને પાક બગડે ના તે માટે પાકને ઉતરવા માટે ધાબા ઉપર ચડેલા અને તેમની પત્ની ભારતીબેન ભારા ઝીલી રહ્યા હતા તેવા સમયે વીજળીના બીજા કડાકે ઈશ્વરભાઈ ઉપર વીજળી સીધી જ પડતા છાતી અને પેટના ભાગે દાઝી ગયા હતા અને વીજળી પડતા તેમનું ત્યાં જ મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં રાત્રીના જ સમયે અચાનક સંજેલી તાલુકામાં વીજળી ના કડાકા ભડાકા સાથે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદના છાંટા પડતા રાત્રીના સમયે ખેડૂતોમાં દોડ ધામ મચી ગઈ હતી. જયારે જે ખેડૂતોએ પોતાના ખેતરોમાં પાક સુકવવા મુકેલો હતો તે પાકને બચાવવા માટે તેઓ મંડી પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here