સંજેલી તાલુકામાં મેઘરાજાની મહેર થતા ધરતીપુત્રમાં અનેરો આનંદ. નદીનાળા છલકાયા, રોડ પર પાણી ફરી વળ્યા હતા. સંજેલી માંડલી રોડ પર બાવળનું ઝાડ પડતા વાહન વ્યવહારને મુશ્કેલી પડી હતી. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જન્માષ્ટમી બાદ આ વિસ્તારમાં મેઘરાજા હવે મન મૂકીને ધીમીધારે પણ સારી જમાવટ કરી છે. શનિવારે દિવસભર જમાવટ બાદ રાત્રીના સમયે પણ ભારે વરસાદ થયો હતો. લોકોને આ વરસાદથી થોડી રાહત થઇ છે, સંજેલી રોડ પર આવેલ મામલતદાર કચેરી સ્ટાફ નિવાસ પાસે વરસાદી પાણી રોડ ઉપર ફરી વળતા બેટમાં ફેરવાઇ ગયો હતો, જ્યારે સંજેલી માંડલી રોડ ઉપર બાવળનું વૃક્ષ પડી જતા વાહન ચાલોકોને મુશ્કેલી વેઠવી પડી હતી. એક એક વાહન રોકાઈને નીકળી શકે તેવી સ્થિતી સર્જાઈ હતી.
