દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા કુમાર પ્રા. શાળાના આસિ. શિક્ષક વયનિવૃત્ત થતાં યોજાયો વિદાય સમારંભ

0
63
આસિ. શિક્ષક દ્વારા ગત ઉનાળા વેકેશનમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સેવા આપી હતી.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની તાલુકા પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવતા સેલોત વાલાભાઈ મનસુખભાઈનો ૩‍૧મી ઓક્ટોબરના રોજ વયનિવૃત્તિ પૂર્ણ થવાની હોઈ આજે સંજેલી તાલુકા કુમાર પ્રાથમિક શાળાના પંટાગણમાં વિદાય સમારંભ યોજાયો હતો.
સંજેલી તાલુકા કુમાર પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવતા ચમારિયા ગામના વતની સેલોત વાલાભાઈ મનસુખભાઈ  ધોરણ ૧ અને ૨ ના બાળકોને અભ્યાસ આપતાં હતાં. જેઓની ૩૧ મી ઓક્ટોબરના રોજ વયનિવૃત્ત પૂર્ણ થવાની હોય આજે તા.૨૭/૧૦/૨૦૨૦ ને મંગળવારના રોજ સંજેલી તાલુકા કુમાર પ્રાથમિક શાળાના વિદાય સમારંભ કાર્યક્રમમા સંજેલી સરપંચ કિરણ રાવત, BRC મહેન્દ્ર બારીયા, CRC તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ રમેશ સેલોત, મંત્રી રામુભાઈ ચારેલ, શૈક્ષિક મહાસંઘના પ્રમુખ સબુરભાઇ તાવિયાડ, પ્રાથમિક શાળાના આચાર્ય જયેશભાઈ પટેલ, અંકીત સોલંકી, ઇનેશ ડામોર, શિક્ષકભાઈ બહેનો SMC સભ્યોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. શિક્ષકે પોતાના ફરજ દરમ્યાન વિવિધ કામગીરી અંગે કંઈક ભૂલ થઈ હોય તો માફી માંગી હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદાય થઈ રહેલા શિક્ષકે વર્ષ ૨૦૧૮ મા ઉનાળા વેકેશન દરમિયાન બાળકોને બોલાવી નિઃશુલ્ક અભ્યાસ આપ્યો હતો. તે બદલ શિક્ષણ વિભાગ તરફથી સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. વિદાય લઈ રહેલા શિક્ષકે શાળાને ગાંધી બાપુજીનો ફોટો અર્પણ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here