દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં તા.૨૭/૧૧/૨૦૨૦ ને શુક્રવારના રોજ આરોગ્ય વિભાગ દ્વારા સંજેલી નગરમા માસ્ક પહેર્યા વગર નીકળી પડેલા લોકોનો સ્થળ પરજ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ કોરોનાની મહામારી વચ્ચે પણ સંજેલીમાં માસ્ક વગર ફરી રહેલ લોકોને આરોગ્ય વિભાગના કર્મચારીઓ કોરોનાની ગંભીરતા સમજાવી અને માસ્ક પહેરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. સંજેલી બજારમાં માસ્ક વિના ફરતા લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમજ દંડ પણ વસુલવમાં આવ્યો હતો.
