દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આંગણવાડીમાં તેડાગરની ભરતીમાં મસમોટો ભ્રષ્ટાચાર : તંત્રના આંખ આડા કાન

0
368
  • દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આંગણવાડી ભરતીમાં ખોટા દસ્તાવેજ ઉભા કરી ઓર્ડર લેવાયો.
  • નેનકી ટપાલી ફળિયામાં ગેરકાયદેસર લગ્નની નોંધણીના ખોટા દસ્તાવેજ ઉભા કરી ઓર્ડર મેળવતાં આશ્ચર્ય.
  • ક્લાર્કના કાળા કરતુતોથી રૂબરૂ હાથોહાથ આપેલી અરજી સ્વીકારી ઓર્ડર  મેળવાયો.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના નેનકી ગ્રામ પંચાયત વિસ્તારના ટપાલી ફળિયામાં આંગણવાડી કેન્દ્રોમાં તેડાગરની ભરતીમાં અન્ય ગામની મહિલાએ ગેરકાયદેસર લગ્ન નોંધણી કરાવી રૂબરૂ હાથોહાથ આવેલી અરજી આપી ઓર્ડર સ્વીકારવામાં આવતા આખાયે સંજેલી તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે. નિયમોને નેવે મુકી ICDS શાખા દ્વારા રૂબરૂ અરજી સ્વીકારી નિમણૂક થતાં અન્ય ગરીબ પરિવાર સાથે મોટો અન્યાય થતાં પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સંજેલી તાલુકામાં કુલ ૮ જેટલી આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર તેડાગરની ભરતી પ્રક્રિયાની જાહેરાત પડતાં ઉમેદવારો દ્વારા ભરતી માટેના ફોર્મ ભરી રજિસ્ટર એડી દ્વારા મોકલવામાં આવ્યા હતા. જ્યારે કેટલીક રજિસ્ટર એડી તારીખ વીતી ગયા બાદ મળતા તેને કેન્સલ કરવામાં આવી હતી. નેનકી ટપાલી ફળિયામાં પલાશ રસીલાબેન મગનલાલની અરજી સંજેલી ICDS શાખા દ્વારા નિયમોને નેવે મૂકી રૂબરૂ અરજી સ્વીકાર્યા બાદ તેણીની નિમણૂક કરવામાં આવી. નિમણૂક પામેલ રસીલાબેન મોલી ગામની રહેવાસી છે અને તેના હજી સુધી લગ્ન થયા નથી અને તેઓ દ્વારા ગેરકાયદેસર લગ્ન નોંધણી કરાવી ખોટા દસ્તાવેજો ઉભા કરી ICDS શાખાના કારકુન સાથેની મીલીભગતથી રૂબરૂ અરજી આપી હોવાની જાણ પલાશ ગીતાબેન ભગવાનભાઇનેે થતા તેેની સાથે મોટો અન્યાય થતો હોવાની જાણ તેઓએ ઝાલોદ પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ કરેેેલ છે અને જો યોગ્ય ન્યાય નહીં મળે તો કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
સંજેલી તાલુકામાં ICDS શાખાના ક્લાર્ક દ્વારા પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી તાલુકાની ગરીબ પ્રજાના ભવિષ્ય સાથે ચેડા કરી ખોટો અન્યાય થયો હોવાની જાણ થતાં તાલુકાના કેટલાક જાગૃત લોકો દ્વારા ક્લાર્ક દ્વારા ગેરરીતિ થયા હોવાનું જાણ થતાં પૂછપરછ કરતાં ક્લાર્ક દ્વારા ઉડાવ જવાબ આપતા બોલાચાલી પણ થઈ હતી જે બાદ તા.૦૯ ૧૧/૨૦૧૯ ને શનિવારના રોજથી ક્લાર્ક ફરજ પર ગેરહાજર જોવા મળી રહ્યો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આવા લેભાગુ ક્લાર્ક સામે તપાસ કરી કાયદેસરના પગલા ભરવામાં આવે તે જરૂરી છે.
 VERSION > > ફરિયાદી > > પલાશ ગીતાબેન ભગવાનભાઈ > >  નેનકી ટપાલી ફળિયામાં આંગણવાડી તેડાગરની ભરતી પ્રક્રિયા જાહેર થતાં ફોર્મ ભરવામાં આવ્યું હતું. જેમાં અમારા ફળિયામાં કોઈ રસીલાબેન પલાશ નામની વ્યક્તિ રહેતી નથી. તેઓ દ્વારા પણ ઉમેદવારી નોંધાવામાં આવી હતી. જ્યારે આ ઉમેદવાર દ્વારા પોતાની અરજી સંજેલીની ICDS શાખામાં કલાર્કને રૂબરૂ આપવામાં આવી હતી. અને આ મહિલાના લગ્ન પણ થયેલા નથી. તેમ છતાં રૂબરૂ સ્વીકારેલી તેની અરજીને અગ્રીમતા આપી અમારા જેવા ગરીબ સાથે અન્યાય થયો હોવાનું અમોને જાણ થતાં અમોએ ઝાલોદ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને આવા લેભાગુ ક્લાર્ક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ મને યોગ્ય ન્યાય મળી તેડાગરનો ઓર્ડર આપવામાં આવે તેવી મારી કાયદેસરની માંગ છે.
VERSION > > C.D.P.O., સંજેલી > > ચંદ્રિકાબેન મકવાણા > >  હું આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતીમાં જ હાજર હતી તેની આગળની જે પ્રોસેસ થઈ તેમાં હું હાજર ન હતી. રૂબરૂ અરજી સ્વીકારેલી છે તે વાત સાચી છે પરંતુ જે તે સમયે હું હાજર ન હતી. મારી જોઈનિંગ હાલ જ થઇ છે માટે હું કોને નોટિસ આપી શકું? જે તે સમયના અધિકારીએ જ આ બાબતની નોટિસ આપવી પડે. પલાશ રસીલાબેન મગનભાઈની અરજી રૂબરૂ સ્વીકારેલી છે તે સાચી વાત છે અને તે બાબતની પ્રાંત અધિકારીને ધ્યાને આવતાં હાલ તેમને ઓર્ડર આપવામાં આવ્યો નથી. લગ્ન થયેલા નહીં તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે તે પ્રાંત અધિકારીએ લગ્ન નોંધણીનું રજિસ્ટ્રેશન પણ રૂબરુ જોયેલ છે. ક્લાર્કને આ બાબતે પૂછવામાં આવ્યું છે તો ક્લાર્ક રૂબરૂ અરજી મેં સ્વીકારી નથી તેવું જણાવે છે.
સંજેલી તાલુકામાં આંગણવાડીઓની ભરતીમાં અગાઉ પણ આવી નાની મોટી ભૂલોને કારણે કેટલીક આંગણવાડીઓમાં નાના મોટા ઝઘડાઓ સાથે સાથે તાળાબંધી પણ કરવામાં આવી હતી. જેમા હાલ પણ કેટલાક કેસો કોર્ટમાં પેન્ડિંગ છે. ત્યારે ફરી સંજેલી તાલુકાના નેનકી ટપાલી ફળિયામાં રૂબરૂ અરજી સ્વીકારી વિવાદમાં સપડાયું છે ત્યારે આવા લેભાગુ કર્મચારી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. જો યોગ્ય ભરતી થાય તો આંગણવાડીઓ સમયસર ચાલુ રહે અને બાળકોને પૂરતું જ્ઞાન મળી રહે તેમજ ગામમાં વાદ વિવાદ ઊભો ન થાય અને લોકો હળી મળીને રહે જેથી ગામમાં શાંતિ જળવાઇ રહે.
VERSION > > પલાશ ભગવાનભાઈ, નેનકી > > સંજેલી તાલુકાના નેનકી ટપાલી ફળિયામાં જે મહિલાની નિમણૂક કરવામાં આવી છે તે વ્યક્તિ મૂળ મોલી ગામની છે અને તેની નેનકી ગામે માત્ર સગાઈ કરવામાં જ આવી છે ત્યારે પોતાની સાસુ આંગણવાડીમાં નોકરી કરતી હોવાથી તંત્રની મિલીભગતથી રૂબરૂ અરજી આપી તેમજ લગ્ન નોંધણી કરાવી ખોટા દસ્તાવેજો ઉભા કરી અમારી પત્નીને ઓર્ડર ન મળે તે માટે ખોટા વિઘ્ન ઉભા કરેલ છે. માટે મારી પત્ની ગીતાબેનને ઓર્ડર આપવામાં આવે તેમજ રૂબરૂ અરજી સ્વીકારનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here