દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા ભાજપા પ્રમુખ, મહામંત્રીની કરાઈ નિમણુક   

0
139
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા ભાજપા પ્રમુખ મહામંત્રીની નિમણુક કરાઇ. મોટી સંખ્યામાં કાર્યકર, આગેવાનો ઉપસ્થિત રહ્યા. 
માંડલી સમરસ ગ્રામ પંચાયતના સરપંચની BJP તાલુકા પાર્ટી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા ભાજપા પ્રમુખ અને મહામંત્રીની ભાજપની વિચારધારાને છેવાડાના માનવી સુધી ઘરે ઘરે  પહોંચાડે તેવા પ્રમુખ અને મહામંત્રીની જિલ્લામાંથી આવેલ ટીમ તેમજ સંજેલીના પ્રમુખ સહિતના કાર્યકરોની ઉપસ્થિતિમાં આ નિમણુક કરવામાં આવી હતી.
સંજેલી તાલુકા ભાજપ પાર્ટી પ્રમુખ સહિત સંગઠનોની મુદ્દત પૂરી થતાં સંજેલી તાલુકામાં ચાલુ પ્રમુખ અને મંત્રીનું વિસર્જન કરી નવા ચહેરાઓને પ્રમુખ તથા મહામંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તા.૧૬/૧૧/૨૦૧૯ ને શનિવારના રોજ બંટાબાપુની વાડીમાં તાલુકા પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી. જેમાં દાહોદ જિલ્લા ભાજપા મહામંત્રી નરેન્દ્ર સોની, મુકેશ બમ્બ, શબ્દશરણ તડવી, જયદીપભાઇ સહિત જિલ્લાની ટીમ સંજેલી ખાતે આવી પહોંચી હતી. સંજેલી તાલુકાના ભાજપા પ્રમુખ તરીકે માંડલી સમરસ પંચાયતના સરપંચ જશુભાઈ બામણિયાને તથા મહામંત્રી તરીકે રમેશભાઇ સળિયાભાઈ તાવિયાડ અને રાઠોડ રૂપસિંહ ભાઇ મનસુખભાઇની વરણી કરવામાં આવી હતી. સંજેલી તાલુકાના માજી પ્રમુખ માનસિંગ ભાભોર, જગદીશભાઇ પરમાર, જગ્ગુબાપુ, માજી પ્રમુખ ફુલસિંગભાઇ બમાત, હારૂન જર્મન, સલીમ મિર્ઝા, બંટા બાપુ, કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી. નામ જાહેર થતાં જ તેઓને વધાવી લીધા હતા અને જિલ્લા મથકે થી આવેલી ટીમોએ સંજેલી તાલુકામાં ભાજપાની વિચારધારાને ગામે ગામ અને ઘરે ઘર પહોંચાડવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here