દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ પોતાની માંગણીઓને લઈને સરકાર સામે લડવા ચડાવી બાયો : તાલુકા મામલતદારને આપ્યું આવેદનપત્ર

0
289
  • સાત પડતર પ્રશ્નો સહિત જૂની પેન્શન યોજના ચાલુ કરવા આકરા તેવર 
  • સંજેલી તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી ધરણા કરી આવેદનપત્ર પાઠવ્યું 
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા પડતર માંગોને લઇ શનિવારના રોજ તાલુકા સેવાસદન ખાતે ધરણા પ્રદર્શન યોજી જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા સહિત સાત પડતર માંગણીને લઇને સવારે ૧૨:૦૦ થી સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધી પ્રતિક ધરણા યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોને જ તેમના હક માટે અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેવી લાગણી બળવંતર બની છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની લખનઉમાં યોજાયેલી બેઠકમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તેમજ અન્ય સાત જેટલા મુદ્દાને લઇ સરકાર સામે મોરચો માંડવાનું નક્કી કરાતાં અગાઉ વિધાનસભાનો ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો, ત્યારે ફરી સાત જેટલા મુદ્દાને લઇ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતીશ પટેલ દ્વારા કાર્યક્રમોનો પત્ર મોકલતા જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ સુરતાન કટારાના માર્ગદર્શન મુજબ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઇ સેલોત અને મહામંત્રી રામુભાઇ ચારેલની આગેવાની હેઠળ સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક હોદ્દેદારો, કારોબારી સભ્યો, આચાર્ય (HTAT), આચાર્ય, બી.આર.સી., સી.આર.સી. મિત્રો તેમજ શિક્ષક ભાઇ બહેનો દ્વારા તા.૩૦/૧૧/૨૦૧૯ ને શનિવારના રોજ સંજેલી સેવા સદનના કમ્પાઉન્ડમાં સવારના ૧૨:૦૦ થી સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધી કાળી પટ્ટી ધરણાં કરી (૧) જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવી, (૨) ફિક્સ પગારની નોકરીઓ નાબૂદ કરવી, (૩) છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરવી, (૪) સી.સી.સી. લાભ મૂળ તારીખથી આપવા, (૫) પ્રથમ ઉચ્ચ પગાર ધોરણ બેતાલીસનો ગ્રેડ પે ચાલુ રાખવો, (૬) HTAT આચાર્યની બદલી નિયમમાં ફેરફાર કરવા, (૭) સીઆરસી, બીઆરસીને મૂળ શાળાનો લાભ આપવો અને (૮) શાળાને મર્જ સહિતના પ્રશ્નોને લઇ ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકાના મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી બેનરો સાથે શક્તિ પ્રદર્શન કરી સરકાર સામે માંગણીઓ મોરચો માંડ્યો હતો અને ધરણા બાદ સંજેલી મામલતદારને વિવિધ માંગણીઓનું આવેદનપત્ર પાઠવ્યું હતું.
સંજેલી તાલુકા મથકે યોજાયેલા ધરણા કાર્યક્રમમાં કેટલાક શિક્ષકો દ્વારા બોર ન થાય તે માટે પોત પોતાના મનની વાતો રજૂ કરી હાસ્ય માન્યું હતું, ત્યારે કેટલાય શિક્ષકોએ પોતાની શિક્ષકોને પડતી આપ વિતિની ચર્ચા કરી આગળ રજુઆત કરવાની પણ માંગ કરી હતી. જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઇ કટારાએ જિલ્લા એક સાથે યોજાયેલા તમામ સાત તાલુકા મથકે કાર્યક્રમમાં મુલાકાત લઈ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here