દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય નાગર સંજેલી ખાતે શ્યામ ભકતોની ભવ્ય શોભાયાત્રા નિકળી. શ્રી શ્યામ નવયુવક મંડળ તથા મંગલ બજાર સંજેલીના યુવાનોની આગેવાનીમાં યોજાયેલ રાજસ્થાનના સુપ્રસિધ્ધ ખાંટુ શ્યામજીના અનોખા કાર્યક્રમને લઇને દાહોદ જિલ્લાના સંજેલીના ભાવિક ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સંજેલી ખાતે ૩૧મી જાન્યુઆરીને શુકવારના રોજ ભવ્ય કાર્યક્રમની શરૂઆત બપોરના ૦૨:૦૦ વાગે ભવ્ય શોભાયાત્રાથી પ્રારંભ થયો હતો. સંજેલી નગરમાં કેશરીયો છવાયો હતો. ભાવિક ભાઇઓ, બહેનો મોટી સંખ્યામાં શ્રી ખાટુ શ્યામજીના કાર્યક્રમમાં શ્રધ્ધાથી ઉમટી પડયા હતા. નગરમાં ભવ્ય શોભાયાત્રા ફરી, તેમાં શ્રી શ્યામ નવયુવક મંડળ તથા મંગલ બજાર સંજેલીના યુવાનોનો મહત્વનો ફાળો આ આયોજનમા રહયો હતો.
