દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પોલીસ દ્વારા હાલમાં લોકડાઉનનો કડક અમલ થઈ શકે તેવા હેતુથી પોલીસ દ્વારા સંજેલી તાલુકામાં ડ્રોન કેમેરા દ્વારા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ સંજેલી PSI ડી.જે. પટેલ દ્વારા સંજેલી, માંડલી તથા કરંબા જેવા તાલુકાના જુદા જુદા ગામડામાં પણ બાજ નજર રાખવામાં આવી હતી. લોકડાઉન ના આજે છઠા દિવસે સંજેલીમાં સંપૂર્ણ પણે સરકારની સૂચના મુજબ ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યુ હતું.
