દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીના મસ્જિદ ફળિયામાં રહેતા મુસ્તાકભાઈ સત્તારભાઈ જર્મનનો આજે તા.૦૧/૦૮/૨૦૨૦ ને શનિવારના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. આ માહિતી મળતા જ સંજેલી આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસ સ્ટાફ મસ્જિદ ફળિયામાં દોડી આવ્યા હતા. આ અગાઉ તારીખ 26 મી જુલાઈ ૨૦૨૦ ને રવિવારના રોજ દાહોદ જિલ્લાની ઝાયડ્સ મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં સંજેલીના ઇલેક્ટ્રીક સ્ટોર્સના એક વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ સંજેલી સરોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે કામે લાગી ગઈ હતી. અને આસપાસની દુકાનદારોના સેમ્પલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા. આ દરેક દુકાનદારોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જ્યારે મુસ્તાકભાઈ જર્મનએ પોતાની તપાસ આરોગ્ય વિભાગના કર્મચારી પાસે ન કરાવતા ગોધરા ખાતે કરાવી હતી. જેનો આજે તા.૦૧/૦૮/૨૦૨૦ ના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા સંજેલી આરોગ્ય વિભાગ દ્વારા 108ની મદદથી મસ્જિદ ફળિયામાં રહેતા મુસ્તાકભાઈ જર્મનને કોરોનાની સારવાર માટે દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને મસ્જિદ ફળીયા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર સરોરી ના કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને તેમની તપાસ શરૂ કરી હતી.
દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં થઈ દોડધામ
RELATED ARTICLES