દાહોદ જિલ્લાના સંજેલી મથકમાં જાહેરનામાનો ભંગ કરતા 3 સામે ગુનો નોંધાયો

0
371
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જાહેરનામાનો ભંગ કરનારા ત્રણ દુકાન દારો સામે સંજેલી પોલીસ સ્ટેશનમાં આજે તા.૧૩/૦૫/૨૦૨૦ ને બુધવારના રોજ જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો છે. એક તરફ લોકડાઉનને લઇ દાહોદ જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામામાં દુકાનો ખોલવા માટેનું સ્પષ્ટ સમય પણ નિર્ધારિત કરવામાં આવેલ છે. તેમ છતાં પણ સંજેલી ના (1) મુકેશભાઈ ગોવિંદભાઈ સિંધી (2) કાન્તિભાઈ સુરસીંગભાઈ બામણીયા (3) મયુરકુમાર જ્યંતીલાલ મેહતા સંજેલી ખાતે જાહેરનામાનો ભંગ કરતા હોઈ સંજેલી પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અગાઉ આવી રીતે જાહેરનામાનો ભંગ કરવામાં આવતા ફક્ત પોલીસ દ્વારા કેસ જ કરવામા આવે છે. કેમ નહીં જે લોકો જાહેરનામાનો ભંગ કરે છે તે લોકોની દુકાનો ને સીલ કરવામાં આવે. જો તાલુકા મામલતદાર અને ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા જો દુકાનો ને સીલ મારવામાં આવે તો લોકો જાહેરનામાનો ભંગ કરતા ડરશે. માટે પોલીસ દ્વારા ફક્ત કેસ કરવા કરતાં સંજેલી તાલુકા મામલતદાર સંજેલી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીની સાથે પોલીસના સહયોગથી આવા લોકોની દુકાનોને સીલ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here