દાહોદ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓનું વર્ષ ૨૦૨૦ – ૨૦૨૧ માટેનું આયોજન મંજૂર : કુલ ૧૧ વિકાસ કાર્યો માટે ₹. ૭૫ લાખની રકમ મંજૂર કરવામાં આવી.
દાહોદ જિલ્લાની ત્રણ નગરપાલિકા દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીયાનું વર્ષ ૨૦૨૦ – ૨૦૨૧ માટેનું આયોજન મંજૂર કરવામાં આવ્યું છે. જે મુજબ કુલ ૧૧ વિકાસ કાર્યો માટે ₹.૭૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં દાહોદ નગર પાલિકાના ૨ કામો માટે ₹. ૨૫ લાખ, ઝાલોદ નગર પાલિકાના ૬ વિકાસ કાર્યો માટે ₹. ૨૫ લાખ અને દેવગઢ બારીયા નગર પાલિકાના ૩ કામો માટે ₹. ૨૫ લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
દાહોદ જિલ્લાની ત્રણ નગર પાલિકાઓનું વર્ષ ૨૦૨૦ – ૨૦૨૧ માટેનું આયોજન મંજૂર
RELATED ARTICLES