દાહોદ જિલ્લાની ૮૪ ગ્રામ પંચાયતોની આજ રોજ ચુંટણી યોજાશે. તંત્ર દ્વારા તૈયારીને ગઈ કાલે આખરી ઓપ અપાયો

0
178

Keyur A. Parmar

logo-newstok-272-150x53(1)

KEYUR PARMAR – DAHOD BUREAU

આજ રોજ તા. ૦૮/૦૪/૨૦૧૭ શનિવારના રોજ ૯૩ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર હતી પરંતુ ૯ પંચાયતો સમરસ જાહેર થતાં ૮૪ ગ્રામ પંચાયતો માટે આજ રોજ ચુંટણી યોજાનાર છે. જેમાં ગઈ કાલે દાહોદ જિલ્લાના ચુંટણી અધિકારી ના માર્ગદર્શન હેઠળ સંવેદન અને અતિસંવેદનશીલ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક મનોજ નીનામાંની દેખરેખ હેઠળ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

દાહોદ તાલુકામાં ૭, ગરબાડા તાલુકામાં ૪, ઝાલોદ તાલુકામાં ૧૧, ફતેપુર તાલુકામાં ૨૨, દેવગઢ બારિયા તાલુકામાં ૮ અને ધાનપુર તાલુકામાં ૧૨ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે પૂરતો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. જીલ્લામાં અતિસંવેદનશીલ વિસ્તાર માટે દાહોદ જિલ્લા ચુંટણી અધિકારી (જિલ્લા કલેક્ટર) અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પૂરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી શાંતિમય વાતાવરણમાં ચુંટણી થઈ શકે. દાહોદ તાલુકામાં હિમાલાની ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here