દાહોદ જિલ્લામાંથી વતન જવા માંગતા નાગરિકોએ પાસ મેળવવાનો રહેશે : આ માટે વિવિધ સક્ષમ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી

0
137

કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા મજુરોવિદ્યાર્થીઓપ્રવાસીઓયાત્રીકોને વતન જવા માટે મંજુરી આપવામાં આવી છે ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આ બાબતે જરૂરી માહિતી આપી છે.   કલેક્ટરશ્રીએ જણાવ્યું કેદાહોદ જિલ્લાના એક તાલુકામાંથી બીજા તાલુકામાં જવા માટે મામલતદાર, દાહોદ જિલ્લામાંથી ગુજરાતના જિલ્લામાં જવા માટે પ્રાંત અધિકારી અને અન્ય રાજયમાં જવા માંગતા નાગરિકો માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટને અધિકૃત કરવામાં આવ્યા છે. આ માટે પાસ મેળવવા માટે નજીકની મામલતદાર કચેરીપ્રાંત કચેરી કે કલેક્ટર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આખા રાજયમાં અવર જવર માટે તબક્કાવાર નક્કી કરવામાં આવ્યું છે અને એ મુજબ મંજુરી આપવામાં આવશે. દરેકે માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. તેમણે જણાવ્યું કેપોતાના કે ભાડેથી વાહન લઇને વતન જવા માંગતા નાગરિકોએ આ માટેનો પાસ મેળવી લેવાનો રહેશે. ખાનગી વાહન કે માલિકીનું વાહન લઇ જનારે પોતાનું વાહન સેનેટાઇઝ કરવાનું રહેશે. જે લોકો પાસ લઇને બીજા રાજયમાં જાય છે તેમણે આરોગ્ય વિભાગ પાસેથી મેડીકલ સર્ટીફીકેટ લેવાનું રહેશે. જેની સમય મર્યાદા બે દિવસની રહેશે. જે માટે નજીકના આરોગ્ય કેન્દ્ર – પી.એચ.સી. અથવા સી.એચ.સી. નો સંપર્ક કરી શકાશે.

તેમણે જણાવ્યું કેબીજા રાજયમાંથી દાહોદ આવતા નાગરિકોનું સૌ પ્રથમ ચેક પોસ્ટ પર મેડીકલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે. ત્યાર બાદ નજીકના આરોગ્ય કેન્દ્ર દ્વારા તેમની આરોગ્ય તપાસ કરવામાં આવશે. સાથે તેમણે ૧૪ દિવસ માટે સ્થિતિ પ્રમાણે સરકારી કે હોમ કવોરન્ટાઇન માં રહેવું પડશે. તેમણે જણાવ્યું કેસરહદ પાર કરીને  આવતા કે ચેકપાસ્ટ થઇને આવતા લોકોનું પોલિસ વિભાગ દ્વારા ડિઝિટલ ગુજરાતમાં એન્ટ્રી કરવામાં આવશે. નાગરિકોએ આ બાબતે પોલીસ વિભાગને પૂરતો સહયોગ આપવાનો રહેશે.

પાસ માટે ઓનલાઇન પ્લેટફોર્મ : www.digitalgujarat.gov.in પર પણ અરજી કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here