દાહોદ જિલ્લામાં આજે વધુ ૧૮ કોરોના પોઝીટીવ નોંધાયા, એક્ટિવ કેસ – ૨૧૬, મૃત્યુ આંક ૫૦ ઉપર પહોંચ્યો

0
120

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જીલ્લામાં આજે તા.૦૯/૦૮/૨૦૨૦ ને રવિવારના રોજ ૧૮ વ્યક્તિઓના કોરોના પોઝીટીવ થયાની જાહેરાત ની સાથે કોરોના કેસોનો સિલસિલો આજે થોડો ઘટ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગે ગત 24 કલાક પહેલા RTPCR ૧૭૨ સેમ્પલ અને આજના રેપીડ ટેસ્ટના ૬૮ સેમ્પલ મળી કુુુલ ૨૪૦ સેમ્પલ કલેક્ટ કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જેમાં RTPCR અંતર્ગત ૦૫ સેમ્પલ ના ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા અને રેપીડ ટેસ્ટમાં ૧૩ વ્યક્તિઓ પોઝીટીવ જાહેર થતા કુલ આંકડો ૭૫૦ પર પહોંચી ચુક્યો છે. જ્યારે ૨૬ વ્યક્તિઓ સરકારી ગાઈડ લાઈન મુજબ સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને એક્ટીવ કેસોની સંખ્યા ઘટીને ૨૧૬ થઈ છે. તથા મૃત્યુ દરની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ ૦૪ વ્યક્તિઓ અને અન્ય બીમારીને કારણે આજે ૦૩ લોકોની મૃત્યુ થઈ છે તે મળીને કુલ ૪૬ વ્યક્તિઓ સાથે કુલ ૫૦ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ આજે થોડું ઘટતા લોકોમાં, વહીવટી તંત્રમાં અને આરોગ્ય તંત્રમાં થોડી રાહત અનુભવી હતી.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આરોગ્ય વિભાગે દ્વારા ગત 24 કલાક પહેલા ભેેગા કરેલ કુલ ૨૪૦ સેમ્પલો તપાસ અર્થે મોકલ્યા હતા જે પૈકી ૨૨૨ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને ૧૮ વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જેેેઓના નામ : (૧) જહુર અબ્દુલ ડોકીલા, ઉ.વ. ૩૭ વર્ષ, રહે. ઘાંચીવાડા દાહોદ, (ર) સૈફુદ્દીન અબ્બાસભાઈ ઉદયગઢવાલા ઉ.વ. ૭૭ વર્ષ, રહે. હુસૈની મહોલ્લા દાહોદ, (૩) હુસૈની સરાફઅલી જીનીયા, ઉ.વ. ૬પ વર્ષ, રહે. હુસૈની મહોલ્લા, (૪) હિતેશ એન. બારીયા, ઉ.વ. ૩૦ વર્ષ, રહે. ખેડા ફળીયુ, અંકાલી, તા. દેવગઢ બારીયા, જી. દાહોદ, (પ) પ્રશાંત એ. મછાર, ઉ.વ. ર૯ વર્ષ, રહે. જલારામ સોસાયટી, પીપલોદ, તા. દેવગઢ બારીયા જી. દાહોદ,  જ્યારે રેપિડ ટેસ્ટમાં : (૧) શૈલેન્દ્ર મદનલાલ સોની, ઉ.વ. ૪૪ વર્ષ, રહે. મેઇન બજાર, ગરબાડા, જી. દાહોદ, (ર) સ્નેહા શૈલેન્દ્ર સોની, ઉ વ.૧૬ વર્ષ, રહે. મેઇન બજાર, ગરબાડા, જી. દાહોદ, (૩) રજનીકાંત કિરણભાઈ રાવત ઉ.વ.ર૬ વર્ષ, રહે. માંડલી રોડ, સંજેલી, જી. દાહોદ, (૪) અમિતભાઈ કિરણભાઈ રાવત, ઉ.વ. ૧૯ વર્ષ, રહે. માંડલી રોડ, સંજેલી, જી. દાહોદ, (પ) સપનાબેન કિરણભાઈ રાવત, ઉ.વ. રર વર્ષ, રહે. માંડલી રોડ, સંજેલી, જી. દાહોદ, (૬) અરવિંદભાઈ છોટાભાઈ દેવડા, ઉ.વ. ૪૮ વર્ષ, રહે. લીમડી, તા. ઝાલોદ, જી.દાહોદ,(૭) લલીતાબેન કે. ઉપાધ્યાય, ઉ.વ. ૭૦ વર્ષ, રહે. લીમડી, તા. ઝાલોદ, જી.દાહોદ, (૮) અશ્વિનભાઈ પંચાલ, ઉ.વ. ૪૩ વર્ષ, રહે. ઈન્દોર રોડ, દાહોદ, (૯) નંદુબેન કાળુભાઈ લબાના, ઉ.વ. ૩૮ વર્ષ, રહે. લીમડા ફળીયુ, બલૈયા, તા.ફતેપુરા, જી. દાહોદ, (૧૦) જયંતિલાલ બી. સોની, ઉ.વ.પ૪ વર્ષ, રહે. ખેમસરા ફળીયુ, લીમડી, તા. ઝાલોદ, જી. દાહોદ,(૧૧) સુગરાબેન મન્નાનભાઈ જીરૂવાલા, ઉ.વ. પ૮ વર્ષ, રહે. દે.બારીયા, જી. દાહોદ, (૧ર) શબ્બીરભાઈ મન્નાનભાઈ જીરૂવાલા, ઉ.વ. ૩૭ વર્ષ, રહે. દે.બારીયા, જી. દાહોદ,(૧૩) સારદાબેન શંકરલાલ કુવાદે, ઉ.વ. ૭ર વર્ષ, રહે. દાહોદ નાઓના રિપોર્ટ પોઝીટીવ નોંધાયા હતા. જોકે આજ રોજ કોરોના સંક્રમિત થયેલા કેસોમાં દાહોદમાં ૦૮, લીમખેડામાં એક જ પરિવારના ૯ સભ્યો મળી કુલ ૧૧, ઝાલોદમાં ૦૭ અને ગરબાડામાં ૦૧ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજે રેગ્યુલર અને રેપીડ ટેસ્ટ મળી કુલ ૨૭ જેટલાં પોઝીટીવ કેસો જાહેર થયાની સાથે જ આ તમામ વ્યક્તિઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્કમાં આવેલ છે. તેની માહિતી એકત્રિત કરવામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર જોતરાઈ ગઈ હતી. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી તેમજ હોમ ક્વોરાન્ટાઈન કરેલ વ્યક્તિઓ મળી કુલ ૧૪૧૩૦ લોકોના સેંપલ કલેક્ટ કર્યા હતા. જે પૈકી ૧૩૦૯૭ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે આજ રોજ દાહોદ જિલ્લામાં ૧૮ વ્યક્તિ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૭૫૦ થઈ છે અને આજ રોજ કુલ ૨૬ વ્યક્તિ સરકારી ગાઈડ લાઇન મુજબ સજા થતાં કુુુલ ૪૮૪ વ્યક્તિઓ સાજા થઈ તેમના ઘરે પરત ગયેલ છે. જ્યારે કોરોના પોઝીટીવ એક્ટિવ કેસની સંખ્યા કુલ ૨૧૬ પર પહોચી ગઈ અને જિલ્લામાં કોરોનાથી મૃત્યુનો કુલ આંકડો ૦૪ અને અન્ય બીમારીને કારણે આજ રોજ મૃત્યુના ૦૩ કેેસ નોંધાવવાની સાથે કુલ ૪૬ વ્યક્તિ ઓ મળીને કુલ ૫૦ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here