દાહોદ જિલ્લામાં આજે 14 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા, કોરોના પોઝીટીવનો આંક એક હજારને પાર

0
70
 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
દાહોદ જીલ્લામાં આજે તા.૨૨/૦૮/૨૦૨૦ ને શનિવારના રોજ પાછલા ૨૪ કલાક દરમીયાન RTPCR ૦૭ વ્યક્તિ ઓના સેમ્પલ અને રેપીડ ટેસ્ટના ૦૭ સેમ્પલના રિપોર્ટ પોઝીટીવ થયાની જાહેરાતની સાથે કોરોના કેસોનો સિલસિલો આજે અચાનક ઘટી ગયો હતો. આજે કુલ ૧૪ કેસ પોઝીટીવ જાહેર થતા કુલ આંકડો ૧૦૨૯ પર પહોંચી ચુક્યો છે. જ્યારે આજે ૨૧ વ્યક્તિઓ સરકારી ગાઈડ લાઈન મુજબ સાજા થઈ જતાતેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુુુલ ૭૪૬ લોકોએ કોરોના મહામારીને મહાત કરીને પોતાના ઘરે ગયેલ છે. અને એક્ટીવ કેસોની સંખ્યા ૨ક, થઈ છે. તથા મૃત્યુ દરની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ ૦૪ વ્યક્તિઓ અને અન્ય બીમારીને કારણે કુલ ૫૦ વ્યક્તિઓ સાથે કુલ ૫૪ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ આજે થોડું વધતા લોકોમાં, વહીવટી તંત્રમાં અને આરોગ્ય તંત્રમાં થોડી ગભરાહટ અનુભવી હતી.
 THIS NEWS IS POWERED BY –– PHONE WALE 
આરોગ્ય વિભાગે દ્વારા ગત 24 કલાક પહેલા ભેેગા કરેલ RTPCR માં કુલ ૦૭ લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે અને રેપીડ ટેસ્ટ સેમ્પલ કલેક્ટ કરી રિપોર્ટ કાઢતા તેમાં ૦૭ વ્યક્તિઓ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજે કુલ RTPCR અને રેપીડના મળી કુલ૧૫ વ્યક્તિઓ પોઝીટીવ આવેલ છે. જેેેઓના નામ : (૧) નિકુંજભાઈ યશવંતભાઈ કડિયા, (૨) રાકેશભાઈ દશરથભાઈ બારીયા, (૩) પ્રેમીલાબેન દેવેન્દ્રભાઈ કડિયા, (૪) વિનોદ લાખાભાઈ ભાભોર, (૫) લાલસિંગ પૂંજાભાઈ પારગી, (૬) હાર્દિકભાઈ ચંદ્રસિંગ લુહાર અને (૭) સતીષ ડી. અગ્રવાલ તેમજ  રેપિડ ટેસ્ટમાં : (૮) મહેશભાઈ પ્રેમચંદભાઈ પ્રજાપતિ, (૯) વર્ષાબેન મહેશભાઈ પ્રજાપતિ, (૧૦) માવાભાઈ હીરાભાઈ નાયક, (૧૧) યશ દેવેન્દ્રભાઈ પટેલ, (૧૨) હીનાબેન આશિષભાઈ યાદવ, (૧૩) મુન્નીબેન કાંતિભાઈ માવી અને (૧૪) અર્જુનભાઇ નાથાલાલ શર્માનાઓના રિપોર્ટ પોઝીટીવ નોંધાયા હતા. જોકે આજ રોજ કોરોના સંક્રમિત થયેલા કેસોમાં દાહોદ તાલુુકામાં – ૦૬, ફતેપુરા તાલુકામાં – ૦૪, લીમખેડા તાલુકામાં – ૦૨, ધાનપુર તાલુકામાં – ૦૧ અને દેવગઢ બારીયા તાલુકામાં – ૦૧ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજે રેગ્યુલર અને રેપીડ ટેસ્ટ મળી કુલ ૧૪ જેટલાં પોઝીટીવ કેસો જાહેર થયાની સાથે જ આ તમામ વ્યક્તિઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્કમાં આવેલ છે. તેની માહિતી એકત્રિત કરવામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર જોતરાઈ ગઈ હતી. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી અને હોમ ક્વોરાન્ટાઈન કરેલ કુલ ૨૮૯૩૩  લોકોના સેમ્પલ કલેક્ટ કરેલ છે. જે પૈકી કુલ ૨૭૬૫૯ લોકોના રિપોર્ટ નેગેટિવ જાહેર થયેલ છે. જ્યારે આજ રોજ તા.૨૨/૦૮/૨૦૨૦ ને શનિવાર ના રોજ દાહોદ જિલ્લામાં RTCPR અને રેપીડ ટેસ્ટ મળીને કુલ ૧૪ વ્યક્તિ ઓ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવ વ્યક્તિઓની સંખ્યા ૧૦૨૯ પર પહોંચી ગઈ છે અને આજ રોજ કુલ ૨૧ વ્યક્તિઓ સરકારી ગાઈડ લાઇન મુજબ સાજા થતા કુલ ૭૪૬ વ્યક્તિઓ તેમના ઘરે પરત ગયેલ છે. જ્યારે કોરોના પોઝીટીવ એક્ટિવ કેસની સંખ્યા ૨૨૮ ઉપર પહોંચી છે. અને જિલ્લામાં કોરોના મહામારીથી કુલ ૦૪ વ્યક્તિઓ અને અન્ય બીમારીના કારણે કુલ ૫૧ વ્યક્તિઓના મૃત્યુ થતા કુલ ૫૫ વ્યક્તિઓએ કોરોના મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here