24.7 C
Dahod, IN
Tuesday, March 28, 2023
Home Dahod - દાહોદ દાહોદ જિલ્લામાં આજે 28 કોરોના પોઝીટીવ દર્દીનો ઉમેરો થતાં કુલ એક્ટિવ કેસની...

દાહોદ જિલ્લામાં આજે 28 કોરોના પોઝીટીવ દર્દીનો ઉમેરો થતાં કુલ એક્ટિવ કેસની સંખ્યાનો આંક 213 પર પહોંચ્યો

0
79
 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
દાહોદ જીલ્લામાં આજે તા.૧૯/૦૮/૨૦૨૦ ને બુુધવારના રોજ પાછલા ૨૪ કલાક દરમીયાન RTPCR ૧૧ વ્યક્તિ ઓના સેમ્પલ અને રેપીડ ટેસ્ટના ૧૭ સેમ્પલના રિપોર્ટ પોઝીટીવ થયાની જાહેરાતની સાથે કોરોના કેસોનો સિલસિલો આજે વધી ગયા હતા. આજે કુલ ૨૮ કેસ પોઝીટીવ જાહેર થતા કુલ આંકડો ૯૫૫ પર પહોંચી ચુક્યો છે. જ્યારે આજે ૧૭ વ્યક્તિઓ સરકારી ગાઈડ લાઈન મુજબ સાજા થઈ જતાતેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુુુલ ૬૮૮ લોકોએ કોરોના મહામારીને મહાત કરીને પોતાના ઘરે ગયેલ છે. અને એક્ટીવ કેસોની સંખ્યા ૨૧૩ થઈ છે. તથા મૃત્યુ દરની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ ૦૪ વ્યક્તિઓ અને અન્ય બીમારીને કારણે કુલ ૫૦ વ્યક્તિઓ સાથે કુલ ૫૪ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ આજે થોડું વધતા લોકોમાં, વહીવટી તંત્રમાં અને આરોગ્ય તંત્રમાં થોડી ગભરાહટ અનુભવી હતી.
 THIS NEWS IS POWERED BY – PHONE WALE 
આરોગ્ય વિભાગે દ્વારા ગત 24 કલાક પહેલા ભેેગા કરેલ RTPCR માં કુલ ૧૧ લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે અને રેપીડ ટેસ્ટ સેમ્પલ કલેક્ટ કરી રિપોર્ટ કાઢતા તેમાં ૧૭ વ્યક્તિઓ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજે કુલ RTPCR અને રેપીડના મળી કુલ ૨૮ વ્યક્તિઓ પોઝીટીવ આવેલ છે. જેેેઓના નામ :
(૧) પૂનમ ચેનીયાભાઈ નિનામા, (૨) જાદવ વાલચંદદાસ પંચાલ, (૩) કાશીબેન વીરસીંગભાઈ ચૌહાણ, (૪) સિદ્ધાર્થભાઇ બાબુભાઇ છાજેડ, (૫) શુશીલાબેન સિદ્ધાર્થભાઇ છાજેડ, (૬) મેહુલભાઈ સિદ્ધાર્થભાઇ છાજેડ, (૭) કાજલબેન મેહુલભાઈ છાજેડ, (૮) વૈશાલીબેન નગજીભાઈ આમલિયાર, (૯) રમેશભાઈ રમણભાઈ પ્રજાપતિ, (૧૦) ભારતભાઈ રમેશભાઈ પ્રજાપતિ, (૧૧) રાઠોડ મહેશભાઈ બળદેવભાઈ, તેમજ  રેપિડ ટેસ્ટમાં :  (૧૨) સાવન રસિકલાલ સોની, (૧૩) રસિકલાલ શંકરલાલ સોની, (૧૪) રામુભાઈ હરસીંગભાઇ ડામોર, (૧૫) રફીકભાઈ નજરમોહમ્મદ મકરાણી, (૧૬) હીતપાલ મહેન્દ્રભાઈ રાજપૂત, (૧૭) ભારતીબેન મહેન્દ્રભાઈ રાજપૂત, (૧૮) તુષારભાઈ અમૃતભાઈ પલાસ, (૧૯) મેહુલ જશવંતભાઈ પરમાર, (૨૦) મિનેષભાઈ જગદીશભાઈ પરમાર, (૨૧) લલિતભાઈ કરશનભાઈ બદલાણી, (૨૨) કૃષાંક દેવેન્દ્ર કડિયા, (૨૩) મીરાબેન લલિતભાઈ બદલાણી, (૨૪) નક્ષ લલિતભાઈ બદલાણી, (૨૫) રવિ નગીનભાઈ ચૌહાણ, (૨૬) નિશાબેન મહેશભાઈ રાઠોડ, (૨૭) ધનરાજ મહેશભાઈ રાઠોડ, (૨૮) દેવરાજ મહેશભાઈ રાઠોડનાઓના રિપોર્ટ પોઝીટીવ નોંધાયા હતા. જોકે આજ રોજ કોરોના સંક્રમિત થયેલા કેસોમાં દાહોદ તાલુુકામાં – ૦૬, ઝાલોદ તાલુકામાં – ૧૨, સંજેલી તાલુકા માં – ૦૬, લીમખેડા તાલુકામાં – ૦૧, ગરબાડા તાલુકામાં – ૦૨ અને દેવગઢ બારીયા તાલુકામાં – ૦૧ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજે રેગ્યુલર અને રેપીડ ટેસ્ટ મળી કુલ ૨૮ જેટલાં પોઝીટીવ કેસો જાહેર થયાની સાથે જ આ તમામ વ્યક્તિઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્કમાં આવેલ છે. તેની માહિતી એકત્રિત કરવામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર જોતરાઈ ગઈ હતી. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી અને હોમ ક્વોરાન્ટાઈન કરેલ કુલ ૨૨૩૬૬  લોકોના સેમ્પલ કલેક્ટ કરેલ છે. જે પૈકી કુલ ૨૧૧૪૭ લોકોના રિપોર્ટ નેગેટિવ જાહેર થયેલ છે. જ્યારે આજ રોજ તા.૧૯/૦૮/૨૦૨૦ ને બુધવાર ના રોજ દાહોદ જિલ્લામાં કુલ ૨૮ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવ વ્યક્તિઓની સંખ્યા ૯૫૫ પર પહોંચી ગઈ છે અને આજ રોજ કુલ ૧૭ વ્યક્તિઓ સરકારી ગાઈડ લાઇન મુજબ સાજા થતા કુલ ૬૮૮ વ્યક્તિઓ તેમના ઘરે પરત ગયેલ છે. જ્યારે કોરોના પોઝીટીવ એક્ટિવ કેસની સંખ્યા ૨૧૩ ઉપર પહોંચી છે. અને જિલ્લામાં કોરોના મહામારીથી કુલ ૦૪ વ્યક્તિઓ અને અન્ય બીમારીના કારણે કુલ ૫૦ વ્યક્તિઓના મૃત્યુ થતા કુલ ૫૪ વ્યક્તિઓએ કોરોના મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
NewsTok24