દાહોદ જિલ્લામાં આધાર નોંધણી કાર્ડ માટે ડેટા ઓપરેટરની જગ્યા માટે અરજી કરો શિક્ષિત બેરોજગારો માટે ઉજળી તક

0
517

logo-newstok-272Editorial Desk – Dahod.

જિલ્લામાં તાલુકા/નગરપાલિકા/જિલ્લા ખાતે આધાર નોંધણીની કામગીરી કરવા માટે ડેટા એન્ટ્રી ઓપરેટરની હંગામી ધોરણે જરૂરિયાત છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૧૮-૪-૨૦૧૬ સુધીમાં રૂમમ નં. ૨૦, ભોંયતળીયે, કલેકટર કચેરી, જિલ્લા સેવાસદન, ઝાલોદ રોડ, છાપરી દાહોદ ખાતે રૂબરૂ અથવા સાદી ટપાલથી જણાવ્યા મુજબના પુરાવા સહ અરજી પહોંચાડવાની રહેશે. અરજીમાં તાજેતરનો ફોટો, પુરેપુરૂ સરનામું તથા સંપર્ક નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે.

આ માટે શૈક્ષણિક લાયકાત ધોર-૧૨ પાસ, કોમ્પ્યુટર અંગેનું બૈઝિક જ્ઞાન જેમાં ગુજરાત-અંગ્રેજી ટાઇપીંગ તથા ડેટા એન્ટ્રીની કામગીરીનું જ્ઞાન આવશ્યક છે. આ માટેની વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ તમામ જાતિના ઉમેદવારો માટે છે.

અરજી સાથે શાળા છોડયાનું પ્રમાણપત્ર, માર્કશીટ, કોમ્પ્યુટર લાયકાતનું પ્રમાણપત્ર,કોમ્પ્યુટર સંબધિ કામગીરીના અનુભવોનું પ્રમાણપત્ર (જો હોય તો) વગેરે જોડવાના રહેશે. શિક્ષિત બેરોજગારોનેઆ ઉજળી તકનો લાભ લેવા દાહોદ નિવાસી અધિક કલેકટર અને નોડલ ઓફિસર (યુઆઇડી) કે.જે. બોર્ડરે એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here