દાહોદ જિલ્લામાં આવેલી આંતરરાજય સરહદોની ચેકપોસ્ટો સીલ કરવા જિલ્લા કલેક્ટર વિજય ખરાડીનો આદેશ

0
176

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજયોમાંથી જિલ્લામાં અવર જવર કરતાં માલવાહક વાહનો અને ઇમરજન્સી સર્વીસ સિવાયના તમામ વાહનો ઉપર પ્રતિબંઘ.

દાહોદ જિલ્લામાં એક કોરોના પોઝિટીવ કેસ નોંધાયો છે. જે મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી પોતાના મૂળ વતન દાહોદ પરિવારજનની અંતિમવિધિ માટે આવેલા પરિવારની બાળકીને કોરોના પોઝેટિવ આવ્યો હતો. સરહદ પારથી આવતા લોકો દ્વારા દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આંતરરાજય સરહદોને સીલ કરવી જરૂરી હોય કલેક્ટર વિજય ખરાડીએ આ સંદર્ભે તા.૦૯/૦૪/૨૦૨૦ ના રોજ જાહેરનામું બહાર પાડીને હુકમ કર્યો છે.

જાહેરનામા મુજબ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા પાડોશી રાજય સહિતના રાજયોમાંથી દાહોદ જિલ્લામાં અવર જવર કરતાં માલવાહક વાહનો અને ઇમરજન્સી સર્વીસ સિવાયના તમામ વાહનો ઉપર પ્રતિબંઘ મુકવામાં આવ્યો છે. માલવાહક વાહનોના ડ્રાઇવર અને કલીનરે જરૂરી તમામ દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. આંતરરાજય સરહદોમાંથી પ્રવેશના તમામ રસ્તાઓ ખાતે મેડીકલ ટીમ દ્વારા થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઇમરજન્સી સેવાના આધારે પ્રવેશતા શંકાસ્પદ વાહનો અંગે મામલતદાર અને પોલીસ અધિકારીનું ધ્યાન દોરવાનું રહેશે. સાથે આ વિસ્તારોમાંથી પ્રવેશતા માલવાહક વાહનોમાં તે વાહનના ડ્રાયવર અને કલીનરના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને તે સિવાયના અન્ય કોઇ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહી.

રાજય બહારથી આવતી એમ્બ્યુલન્સની પણ પ્રાથમિક તપાસ કરવામાં આવશે અને તેમાં કોઇ વ્યક્તિ પાસ વગર કે પરમીટ વગર મુસાફરી કરતી નથી તેની ખાતરી કરવામાં આવશે. આવશ્યક સેવાઓ અંતર્ગત એમ્બ્યુલન્સની અવર જવર ચાલુ રહેશે. આ જાહેરનામું સમગ્ર દાહોદ જિલ્લાના મહેસુલી વિસ્તારમાં આદેશ તા.૧૦/૦૪/૨૦૨૦ થી તા.૧૪/૦૪/૨૦૨૦ (બંને દિવસો સહિત) સુુધી અમલમાં રહેશે. આ હુકમ સરકારી ફરજ ઉપરના વાહનો, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા માલવાહક વાહનો, અગ્નીશામક વાહનો, ઇમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને તેમજ સક્ષમ અધિકારીશ્રીની મંજુરી મેળવનારને લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર શખ્સ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ અને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here