દાહોદ જિલ્લામાં કોરોનાકાળમાં ગરીબોની જઠરાગ્ની તૃપ્ત કરવા રાજ્ય સરકારનો મહાયજ્ઞ

0
25

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

  • પ્રધાનમંત્રી જન કલ્યાણ અન્ન યોજના થકી મહિને 5 કિલો નિઃશુલ્ક અનાજ  નવેમ્બર 21 સુધી N.F.S.A. લાભાર્થીઓને મળશે.
  • કોરોનાની પ્રથમ લહેરમાં સળંગ આઠ મહિના સરકારે દાહોદના અઢી લાખથી વધુ ગરીબ પરિવારોને ૧.૪૧ અબજથી વધુનું અનાજ નિ:શુલ્ક પહોંચાડ્યું.
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી ગુજરાતના લાભાર્થીઓ સાથે કરી સીધી વાત

આજે રૂપાણી સરકાર ના 5 વર્ષ પૂર્ણ થતાં 4.25 લાખ પરિવારો ને અપાશે 5 કિલો મફત અનાજ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ દાહોદના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં કરી જાહેરાત.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરવાના અવસરે તા. ૩ ઓગસ્ટના અન્નોત્સવ અંતર્ગત રાજયના ૪.૨૫ લાખ  N.F.S.A. લાભાર્થીઓને વ્યક્તિદીઠ ૫ કિલો અનાજની કીટ નિ:શુલ્ક  આપવાની કરી જાહેરાત, દાહોદ જિલ્લામાં કોરોનાની બન્ને લહેરમાં લાખો ગરીબ આદિવાસી પરિવારોને નિ:શુલ્ક રાશન પહોંચતા કરવાની ઉદાહરણરૂપ કામગીરી રાજય સરકારે સુપેરે નિભાવી હતી તે એક સરકારનું સરાહનીય કામ હતું.

કોરોનાની પ્રથમ લહેરમાં જયારે લોકડાઉનના કારણે મોટાભાગ ના ધંધા-રોજગાર ઠપ હતા ત્યારે રાજય સરકારે એપ્રીલ થી નવેમ્બર – ૨૦૨૦ એટલે કે આઠ મહિના સુધી N.F.S.A. કાર્ડ ધરાવતા દાહોદ જિલ્લાના ૨,૫૪,૮૫૦ પરિવારોને ઘઉં-ચોખા સહિતનું અનાજ જેની બજાર કિંમત રૂ. ૧.૪૧ અબજથી વધુ થાય છે વિનામૂલ્યે આપીને મોટી રાહત કરી હતી. જેમાં ઘઉં ૪૪,૯૨૮.૮૧ મેટ્રીક ટન આપવામાં આવ્યાં હતાં.  જયારે ચોખા ૧૬૯૪૧.૦૧ મેટ્રીક ટન તેમજ ચણાદાળ ૧૮૪૪.૭૪ મેટ્રીક ટન આપયા હતા.

કોરોનાની બીજી લહેરમાં દાહોદ જિલ્લાના ફૂડ સિક્યુરિટિ કાર્ડધારક પરિવારોને નિ:શુલ્ક અનાજ વહેચીને રાજય સરકારે ખૂબ રાહતરૂપ કામ કર્યું હતું. રાજય સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મે થી જુલાઇ ૨૦૨૧ દરમિયાનના ત્રણ મહિના લાખો ગરીબ પરિવારોને ઘરેબેઠા જ નિ:શુલ્ક અનાજ પુરૂ પાડ્યું હતું. બીજી લહેરમાં દાહોદના તમામ તાલુકાઓના નેશનલ ફુડ સિક્યુરિટી એક્ટ હેઠળના કાર્ડ અંતર્ગત ૨,૬૪,૪૩૫ પરિવારોને ઘઉં, ચોખા સહિતનું અનાજ નિ:શુલ્ક આપવામાં આવ્યું હતું. આ અનાજની બજાર કિંમત જોઇએ તો રૂ. ૪૧.૬૦ કરોડથી વધુની થાય છે. આ પરિવારોને કુલ ૧૩,૫૫૬.૬૦ મેટ્રીક ટન ઘઉં, ૫૭૯૮.૩૧ મેટ્રીક ટન ચોખા આપવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદ જિલ્લાના જાળત ગામની દિવ્યાંગ મહિલા સાથે લાઈવ સંવાદ કર્યો હતો અને તેમને દિવ્યાંગ તરીકે અને કોરોના ના લાભો મળે છે. તે વિશે પૂછ્યું હતું. જેમાં દિવ્યાંગ મહિલા એ જણાવ્યું હતું કે નિઃશુલ્ક અનાજ અને બીજી યોજનાનો લાભ તેમને સીધો મળી રહે છે અને તેમને એનાથી સંતોષ છે.

દાહોદના ખરોડ ગામના ચતુરીબેન નીનામા માટે કોરોનાના વસમા સમયમાં પણ રાજય સરકારના કારણે મોટી ચિંતાનું કોઇ કારણ નહોતું. કારણ કે રાજય સરકાર દ્વારા બંને લહેરમાં તેમને ઘઉં-ચોખા-દાળ સહિતનું કરિયાણું નિશુલ્ક અપાયું હતું. લોકડાઉનના આકરા સમયમાં પણ તેઓ નિશ્ચિંત હતા કારણ કે રાજ્ય સરકાર અનાજ નિ:શુલ્ક આપીને પડખે ઊભી રહી હતી.

દાહોદનાં રેટીયા ગામના મનુભાઇ બીલવાળ માટે કોરોના સમયે રોજગાર ધંધામાં સહિતના દરેક ક્ષેત્રે મંદીને કારણે મોટી ચિંતામાં મૂકાયા હતા. પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની બંને લહેરમાં વિનામૂલ્યે અનાજ વિતરણના કારણે તેમની ચિંતા દૂર થઇ ગઇ. તેઓ રાજ્ય સરકારનો આવા આફતના સમયમાં મદદે આવવા બદલ ખૂબ ખૂબ આભાર માન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here