THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જીલ્લામાં આજે તા. 06/08/2020 ને ગુુુરૂવારના રોજ 10 વ્યક્તિઓના કોરોના પોઝીટીવ થયાની જાહેરાતની સાથે કોરોના કેસોનો સિલસિલો થોડો ઘટવા પામ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગે ગઇ કાલે 139 RTPCR સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી કરતા તેમાંથી 129 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને 10 વ્યક્તિઓ પોઝીટીવ જાહેર થતા કુલ આંકડો 684 પર પહોંચી ચુક્યો છે. જ્યારે 27 વ્યક્તિઓ સરકારી ગાઈડલાઈન મુજબ સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને એક્ટીવ કેસોની સંખ્યા ઘટીને 246 થઈ છે. તથા મૃત્યુ દરની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ 04 વ્યક્તિઓ અને અન્ય બીમારીને કારણે આજે 02 લોકોની મૃત્યુ થઈ છે તે મળીને કુલ 41 વ્યક્તિઓ સાથે કુલ 45 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ થોડું ઘટતા લોકોએ, વહીવટી તંત્રએ અને આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આરોગ્ય વિભાગે દ્વારા ગત 24 કલાક પહેલા ભેેગા કરેલ કુલ 139 સેમ્પલો તપાસ અર્થે મોકલ્યા હતા જે પૈકી 129 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને 10 વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જેેેઓના નામ : (1) કિરીટકુમાર કેશવલાલ પરમાર, ઉ.વ. 76 વર્ષ, રહે. દરજી સોસાયટી, દાહોદ, (2) યુસુફભાઈ મહોમ્મદહુસેન કુંદાવાલા, ઉ.વ. 75 વર્ષ, રહે. ઠક્કર ફળીયા, દાહોદ, (3) વિકાસભાઈ પરસોત્તમભાઈ વર્મા, ઉ.વ. 31 વર્ષ, રહે. દાહોદ, (4) ફાતેમા યુસુફભાઈ કુંદાવાલા, ઉ.વ. 70 વર્ષ, રહે. ઠક્કર ફળીયા, દાહોદ, (5) ચિરાગ ચમનલાલ ગંગાધરાની, ઉ.વ. 23 વર્ષ, રહે. ગોદી રોડ, દાહોદ, (6) દિનેશભાઈ બાબુભાઇ ડાયરા, ઉ.વ. 24 વર્ષ, રહે. પટેલ ફળીયું,ખરોદા, (7) હરિભાઈ દિલીપભાઈ લખારા, ઉ.વ. 19 વર્ષ, રહે. મીઠા ચોક, ઝાલોદ, જી. દાહોદ, (8) કૌશલભાઈ ઉદેસિંહ લબાના, ઉ.વ. 22 વર્ષ, રહે. ગામતળ ફળીયું, કારઠ, તા. ઝાલોદ, જી. દાહોદ, (9) શંકરભાઇ કોહ્યાભાઈ પ્રજાપતિ, ઉ.વ. 55 વર્ષ, રહે. તળાવ ફળીયું, સંજેલી, જી. દાહોદ અને (10) યશભાઈ દિલીપભાઈ ત્રિપાઠી, ઉ.વ. 27 વર્ષ, રહે. દેના બેંક પાસે, દાહોદ રોડ, લીમખેડા, જી. દાહોદનાઓને કોરોના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજે કુલ 10 જેટલાં પોઝીટીવ કેસો જાહેર થયાની સાથે જ આ તમામ વ્યક્તિઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્કમાં આવેલ છે. તેની માહિતી એકત્રિત કરવામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર જોતરાઈ ગઈ હતી. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી તેમજ હોમ કોરોનટાઇન કરેલ વ્યક્તિઓ મળી કુલ 12733 લોકોના સેંપલ કલેક્ટ કર્યા હતા. જે પૈકી 11742 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને હાલ 124 લોકોના રિપોર્ટ પેન્ડિંગ છે. જ્યારે આજ રોજ દાહોદ જિલ્લામાં 10 વ્યક્તિ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા 684 થઈ છે અને આજ રોજ કુલ 27 વ્યક્તિ સરકારી ગાઈડ લાઇન મુજબ સજા થતાં કુુુલ 393 વ્યક્તિઓ સાજા થઈ તેમના ઘરે પરત ગયેલ છે. જ્યારે કોરોના પોઝીટીવ એક્ટિવ કેસની સંખ્યા કુલ 246 પર પહોચી ગઈ અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો 04 અને અન્ય બીમારીને કારણે આજ રોજ મૃત્યુના 02 કેેસ નોંધાવવાની સાથે કુલ 41 વ્યક્તિઓ મળીને કુલ 45 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.