દાહોદ જિલ્લામાં ગરબાડા અને દે. બારીયા તાલુકાઓમાં વિરોધ પક્ષના નેતાના અધ્યક્ષ સ્થાને “સંવાદ” નો કાર્યક્રમ યોજાયો

0
114

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લામાં ગરબાડા અને દેવગઢ બારીયા તાલુકાઓમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના અધ્યક્ષ સ્થાને “સંવાદ” નો કાર્યક્રમ યોજાયો. ગુજરાતના 251 તાલુકાઓમાં યોજાશે કૉંગ્રેસનો “સંવાદ” કાર્યક્રમ.

આ કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લામાં ગરબાડાના ચંદલા ગામે મહાત્મા ગાંધી ઉચ્ચત્તર માધ્યમિક ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં “સંવાદ” નો કાર્યક્રમ યોજાયો. ગરબાડા તાલુકામાં યોજાયેલ આ કાર્યક્રમ ગરબાડા તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં ગરબાડાના વર્તમાન ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ આ કાર્યક્રમના આયોજનમાં સિંહ ફાળો હતો. મૂળ તો આ કાર્યક્રમનો હેતુ લોક સંપર્ક કહી શકાય. એક તરફ હવે  આગામી સમયમાં પાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસએ “સંવાદ” કાર્યક્રમના નામે સંગઠન મજબૂત કરતા હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યુ હતું કે સમગ્ર ગુજરાતમાં 251 તાલુકાઓમાં તાલુકા પંચાયત સીટ દીઠ  અને જિલ્લા મથક ઉપર આ કાર્યક્રમો કરવામાં આવશે. અને મોંઘવારી, શિક્ષણ , આર્થિક મંદી, વેપાર ધંધા ભાંગતા જાય છે, યુવાનોની નોકરીઓ છીનવાય છે, ગૃહિણીઓના કિચન નું બુજેટ ખોરવાઈ રહ્યું છે, અને ખેડૂતને નુકશાન થઈ રહ્યું છે  ત્યારે કૉંગ્રેસ અહિંસાના માર્ગે આ તમામ મુદ્દે અધિકારના અવાજને બુલંદ બનાવવવા “સંવાદ” નો સેતુ કાર્યક્રમ થકી “સંવાદ” જનજન સુધી સ્થાપસે અને આંદોલન કરશે.

દાહોદના ચંદલાના આ “સંવાદ સેતુ” કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પરેશ ધાનાણી, કૉંગ્રેસના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ, ગરબાડા ના ધારાસભ્ય ચંદ્રિકાબેન, દાહોદના ધારાસભ્ય વજેસિંહ પણદા, AICC ના સેક્રેટરી પ્રભાબેન તાવીયાડ તેમજ અન્ય મહાનુભાવો મંચ ઉપર ઉપસ્થિત હતા અને લોકો પણ તાલુકા કક્ષાના કાર્યક્રમની દ્રષ્ટિએ મોટી સંખ્યામાં હતા. આ કાર્યક્રમ પૂર્ણ કરી પરેશ ધાનાણી એ દેવગઢ બારીયાના “સંવાદ” કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here