દાહોદ જિલ્લામાં ગલાલીયા હાટ નિમિત્તે ભરાયો ભવ્ય મેળો – હોળીના તહેવારમાં આ મેળાની મઝા માણવા આદિવાસી માનવ મહેરામણ ઊમટ્યું

0
84

દાહોદ જિલ્લો એટલે આદિવાસી બહુમૂલ્ય ધરાવતો જિલ્લો છે. આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર એટલે હોળી, આદિવાસી સમાજના લોકો વર્ષ દરમ્યાન રોજગારી માટે રાજ્ય ના અનેક શહેરોમાં હિજરત કરી જતાં હોય છે પરંતુ તેઓ ગમે તે સ્થળે હોય પણ હોળીનો તહેવાર ઉજવવા તેમજ વિવિધ મેળાઓની મોજ માણવા માદરે વતન અચૂક આવતા હોય છે અને હોળીના તહેવાર બાદ આદિવાસી સમાજનો લગ્નોત્સવ પણ શરૂ થાય છે.

ગરબાડા પંથકમાં હોળીના તહેવાર પૂર્વે છેલ્લા હાટને ગલાલીયો હાટ કહેવામાં આવે છે. જેમાં મેળો પણ ભરાય છે આ ગલાલીયા હાટના મેળાની મઝા માણવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ગરબાડા ખાતે ઉમટી પડ્યું હતું અને લોકોએ મેળામાં હીચકે ઝૂલવાની તેમજ ખાણી, પીણીની મોજ માણી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here