દાહોદ જિલ્લામાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ગોદી રોડ ઉપર યોજાયો મટકી ફોડનો કાર્યક્રમ : પાલિકા પ્રમુખ-ઉપ્રમુખ રહ્યા ઉપસ્થિત

0
322

 

 

 

THIS NEWS POWERED BY : RAHUL MOTORS દાહોદ જિલ્લા દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના ગોદી રોડ ખાતે ગોકુલઅષ્ટમી મહોત્સવ નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમ યોજયો હતો જેનું આયોજન લખનભાઈ રાજગોર દ્વારા કરવામાં આવ્યું. આ મટકી ફોડના કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. મટકી ફોડનો આ કાર્યક્રમ બહુ ધૂમધામથી ઉજવાયો હતો આ ઉપરાંત દાહોદ શહેરના દેસાઈવાડા સ્થિત આવેલ વૈષ્ણવ હવેલી ખાતે વહેલી સવારથી જ દર્શન રાખવામાં આવ્યા હતા ત્યાં વૈષ્ણવોની ભીડ ઉમટી હતી અને મોડી રાત્રે કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી હતી.

વધુમાં ઇન્દોર રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં સારંગપુરથી પધારેલા પ.પૂ. શ્રીજીકીર્તન સ્વામીના મુખે શ્રીમદ્દ ભાગવત પ્રવચન માળાનો આજે પાંચમા અને છેલ્લા દિવસે શ્રીકૃષ્ણ જન્મ વિશે કથા કહી ત્યારબાદ પરમ પૂજ્ય સંતોની હાજરીમાં ગરબા પછી મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સમગ્ર દાહોદ જિલ્લામાં ગરબાડા, ઝાલોદ, ફતેપુરા, સંજેલી, સિંગવડ, દેવગઢ બારીયા, લીમખેડા તથા ધાનપુર તાલુકાઓમાં પણ ગોકુલઅષ્ટમી (જન્માષ્ટમી) ની ધામધુમથી ઉજવણી કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here