દાહોદ જિલ્લામાં નવા વરાયેલા I.A.S. અધિકારીઓ : જિલ્લા કલેક્ટર તરીકે ડો. હર્ષિત ગોસાવી, D.D.O. તરીકે તેજસ પરમાર

0
456

  THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS 

દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી તા.૦૯/૦૪/૨૦૧૮ ના રોજ થી ઉત્તમ કામગીરી કરી અને સમગ્ર કોરોના કાળમાં લોકો જોડે ખડે પગે સાથે રહી પણ લોકોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસને ઉજાગર કરી ઉત્તમ કામગીરી કરી 3 વર્ષ કરતાં વધુ સમય માટે જિલ્લા સમાહર્તા તરીકેની ફરજ નિભાવી હતી. આજે તા.૧૬/૦૬/૨૦૨૧ ને શનિવારના રોજ ગુજરાત રાજ્યમાં I.A.S. અધિકારીઓની બદલીઓ થતાં દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર પદે બદલી થઇ હતી. જ્યારે વડોદરા રીજીયોનલ મ્યુનિસિપલ કમિશ્નર ડો. હર્ષિત ગોસાવી દાહોદ જિલ્લા નવા જિલ્લા કલેક્ટર તરીકે એપોઈન્ટ થયા હતા.

 THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA 

જ્યારે દાહોદ જિલ્લા D.D.O. રચિત રાજની પણ આજે બદલી થતાં તેઓ જુનાગઢ જિલ્લા કલેક્ટર તરિકે એપોઈન્ટ થતા તેમની જગ્યાએ નવા D.D.O. (જિલ્લા વિકાસ અધિકારી) તરીકે તેજસ પરમાર એપોઈન્ટ થયા છે. નવા D.D.O. દાહોદ જિલ્લાથી સારી રીતે સુપરિચિત છે. કારણ કે I.A.S. થયા પછી તેઓ આસીસ્ટન્ટ કલેક્ટર તરીકે દાહોદના S.D.M. પદે નિમણૂક પામેલ હતા. અને આજે તેઓની દાહોદ જિલ્લા D.D.O. (જિલ્લા વિકાસ અધિકારી) તરીકે બઢતી થયેલ છે. દાહોદ જિલ્લામાં સેવા બજાવી અને અન્ય જીલ્લામાં જતાં બંને અધિકારી તેમજ દાહોદ જિલ્લામાં વરાયેલ બંને નવા અધિકારીને  NewsTok24  ના એડિટર ઇન ચીફ નેહલભાઈ શાહ અને  NewsTok24  પરિવાર તરફથી હાર્દિક શુભકામના પાઠવવામા આવે છે.

 CLEAN YOUR HAND REGULARLY WITH OXI9 POMEGRANATE HAND SANITIZER 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here