દાહોદ જિલ્લામાં પાક વીમાનું વળતર તથા પશુના ઘાસચારા માટે 129 મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઇ કટારાએ મુખ્યમંત્રીને કરી રજૂઆત

0
73
 FARUK PATEL –– SANJELI 
ચાલુ વર્ષમાં અતિ ભારે વરસાદથી થયેલા નુકસાનને સર્વે કરી ખેડુતો ને આર્થિક સહાય ચુકવવા ધારાસભ્યની લેખિત રજૂઆત 
ગુજરાત સહિત દાહોદ જિલ્લામાં ચાલુ વર્ષે અતિભારે વરસાદના કારણે સંજેલી ફતેપુરા સહિતના વિસ્તારોમાં ચોમાસામાં સતત પાણી પડવાથી ચોમાસાના પાકને ભારે નુકસાન થવાથી ચોમાસુ પાક નિષ્ફળ નિવડેલ છે તેમજ પશુઓ માટે ઘાસચારો પણ બગડી ગયું છે જેને ધ્યાને લઇ 129 મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઇ કટારાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી તાત્કાલીક સર્વે કરી સહાય ચૂકવવા માટે પત્ર લખવામાં આવ્યો છે.
દાહોદ જિલ્લામાં ચાલુ વર્ષમાં ચોમાસામાં અતિભારે વરસાદના કારણે ખેડૂતોનો ચોમાસુ સિઝનનો મકાઇ, ડાંગર, સોયાબીન, તુવર જેવા ધાન્ય પાકો નિષ્ફળ નિવડેલ છે. દાહોદ જિલ્લો અતિ પછાત વિસ્તાર હોવાથી માત્ર ખેતી ઉપર જ નભતો આદિવાસી વિસ્તાર છે. ડુંગર અને જંગલ વિસ્તાર ધરાવતા દાહોદ જિલ્લાના કેટલાય ગામડાઓમાં ચોમાસાને કારણે ખેડૂતોને ચોમાસુ પાકની સિઝનમાં પોતાનું વાવેલું બીજ પણ વળતર થાય તેમ નથી. જેથી ખેડૂતો ખેતીમાં બેહાલ બન્યા છે ત્યારે લાગતા વળગતા વિભાગો દ્વારા તાત્કાલીક સર્વે કરાવી પાકનો વીમો તથા નિયમ અનુસાર મળતી આર્થિક સહાય તાત્કાલિક આપવામાં આવે તેમજ પશુઓ માટે ઘાસચારો પણ ફાળવવામાં આવે. જેથી દાહોદ જિલ્લાના ખેડૂતોને સહાય મળી રહે, તેમજ પશુઓ માટે ઘાસચારો મળી રહે. જેને ધ્યાને લઇ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા, સંજેલી, સુખસર, સહિત ગ્રામ્ય વિસ્તારના ખેડૂત  આદિવાસીઓ ભાઇઓ દ્વારા ચોમાસાના સિઝનમાં મકાઇ, ડાંગર, સોયાબીન, તુવર જેવા ઉભા પાકોને સતત વરસાદને કારણે ભારે નુકસાન થયું છે જેના કારણે પાક નિષ્ફળ ગયો છે. તેમજ પશુઓ માટે ઘાસચારો પણ થયો નથી. જેથી સરકાર તરફથી વહેલી તકે સહાય આપવામાં આવે તેવી રજૂઆત મળતા રજૂઆત ધ્યાને લઇ તાત્કાલિક મુખ્યમંત્રીને પત્ર લખી સર્વે કરી  સહાય ચૂકવવા માટેની માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here