દાહોદ જિલ્લામાં ફતેપુરાના મુખ્ય બજારમાંથી અડધી રાત્રે હીરો સ્પ્લેન્ડર બાઇકની ચોરી

0
272

 PRAVIN KALAL –– FATEPURA  

 

 

દાહોદ જિલ્લાના ફતેપુુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુખ્ય બજારમાં હીરો સ્પ્લેન્ડર ગાડી માલિક અશ્વિનકુમાર મણીલાલ પંચાલ રાત્રી દરમિયાન તેમની દુકાનની બહાર સ્ટેરીંગ લોક કરી એક એકટીવા અને એક સ્પ્લેન્ડર આ બંને ગાડીઓ પાર્ક કરીને રાત્રી દરમિયાન મૂકી રાખે છે. ગત બે દિવસ અગાઉ તેઓ હંમેશાની જેમ બંને ગાડી પાર્ક કરીને મૂકી હતી અને તેમાં હીરો સ્પ્લેન્ડર ગાડી નંબર GJ 20 AD 1059 કોઈ ચોર ઇસમ રાત્રિ દરમિયાન ચોરી ગયેલ. આની જાણ તેમને વહેલી સવારના પાંચેક વાગ્યે ઘરની બહાર નીકળ્યા ત્યારે બંને ગાડીમાથી સ્પ્લેન્ડર ગાડી ન હતી. જેથી તેેઓએ આજુબાજુમાં તપાસ કરેલ પરંતુ ગાડી મળી આવેલ નહીં. હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલની કિંમત આશરે ₹.25000/- ની છે અને આ ચોરાયેલી ગાડી બાબતે વાહન માલિકને કોઈના ઉપર શક વહેમ નથી. આ બાબતે તેઓએ પોલીસ ફરિયાદ કરેલ છે અને ફતેપુરા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here