દાહોદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયાના ચોથા દિવસે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં કરવામાં આવી 

0
104
 THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS [ HONDA ] 
  • મહિલાઓ ૨૧મી સદીમાં પૂરા વિશ્વનું નેતૃત્વ કરે – મંત્રી બચુભાઇ ખાબડ
દાહોદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીના ચોથા દિવસે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ શહેરના પંડિત દીનદયાલ ઓડીટોરીયમ ખાતે ગ્રામગ્રૃહનિર્માણ, ગ્રામવિકાસ, પશુપાલન, ગૌસંવર્ધનના રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મંત્રી બચુભાઇ ખાબડે આ પ્રસંગે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ૨૧મી સદીમાં પૂરા વિશ્વનું નેતૃત્વ કરે એ શક્તિ, ક્ષમતા અને નેતૃત્વ સ્ત્રીઓમાં રહેલી છે. નવી સદીનું નેતૃત્વ મહિલાઓ પોતાના હાથમાં લે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પાયાના સૂત્રોનું સુકાન મહિલાઓને આપેલું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે ગામડાથી લઇને દરેક ક્ષેત્રોમાં મહિલાઓને સરકારે સમાન નેતૃત્વની તક આપી છે. આપણા જિલ્લાની મહિલાઓએ પણ સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ થવું જોઇએ અને તેનો લાભ લઇ આગળ વધવું જોઇએ. મહિલાઓ યોજનાઓ અને કાયદાઓની જાણકાર બને. મહિલાઓ સ્વનિર્ભર બને. મહિલાઓ પોતાની ક્ષમતાને ઓળખે અને આગળ આવીને રાજય અને દેશમાં નેતૃત્વ પુરૂ પાડે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.કે.પટેલે ઉપસ્થિત મહિલાઓને પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના લાર્ભાથી મહિલાઓ, સખીમંડળો, સ્વસહાય જુથોને આર્થિક સહાયના ચેક વિતરીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.બી.બલાત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ પાટડીયાબેન, ગુજરાત રાજય સમાજ કલ્યાણ બોર્ડના ચેરપર્સન હેમલતાબેન બારોટ, ધારાસભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here