દાહોદ જિલ્લામાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

0
22

દાહોદ જિલ્લામાં આગામી તા. ૧ જુલાઇ શુક્રવારના રોજ વિવિધ સ્થળે યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સંદર્ભે સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તેમજ રથયાત્રાના સંચાલકો ઉપસ્થિત રહ્યાં હતા. સાંસદ જસવંતસિંહ ભાભોરે રથયાત્રાના યોગ્ય આયોજન સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે રીતનું આયોજન કરવા જરૂરી સૂચનો કર્યા હતા.

જિલ્લામાં વિવિધ સ્થળે યોજાનારી રથયાત્રામાં કોઇ પણ પ્રકારનું વિઘ્ન ઉભું કરનાર સામે પોલીસ દ્વારા કડક પગલા લેવાશે. જિલ્લામાં રથયાત્રા દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંચાલકો પણ રથયાત્રાનું રૂટ પ્રમાણે સુચારૂ આયોજન પ્રમાણે આગળ વધવા સૂચન કરાયું હતું.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર, પોલીસ અધિકારીઓ સહિતના અધિકારીઓ તેમજ જિલ્લામાં વિવિધ સ્થળે યોજાનારી રથયાત્રાના સંચાલકો ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here