આદિવાસી સમાજની સંસ્કૃતિ-પરંપરા-અસ્મિતાને ટકાવી રાખવા પ્રતિવર્ષ ૯ ઓગષ્ટના રોજ સયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરાયેલા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. દાહોદ જિલ્લામાં પણ વિવિધ સ્થળે આ ગૌરવવંતા દિવસની ઉજવણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. જેમાં ગરબાડાના તાલુકા પંચાયત સભાખંડ ખાતેના કાર્યક્રમમાં રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, ફતેપુરાના APMC સભાખંડ ખાતે રાજ્ય મંત્રી જયદ્વથસિંહ પરમાર, એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ, ખરેડી, દાહોદ ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ, મોડેલ સ્કુલ, લીમખેડા ખાતે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ, ગાંધીનગરના ચેરમેન બળવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહેશે.
Follow us on Fb https://www.facebook.com/infodahod
Follow us on Twitter https://twitter.com/DahodMahiti