દાહોદ જિલ્લામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી થઇ રહી છે ત્યારે મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે દાહોદ શહેરના એસ.ટી મથકે સ્તનપાન રૂમનું થયું ઉદ્દઘાટન

0
127

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
  • એસ.ટી.મથકે નવનિર્મીત સ્તનપાન રૂમમાં મહિલાઓ માટે સ્તનપાન માટે આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી.
  • દાહોદ એસ.ટી. મથકે નવો શરૂ કરવામાં આવી રહેલો સ્તનપાન રૂમ મહિલાઓને ખૂબ ઉપયોગી થશે અને શરમસંકોચને કારણે બાળક ભૂખ્યું રહે એવા પ્રસંગો નહી બને.
  • મંત્રી બચુભાઇ ખાબડે શહેરના ઝાયડસ હોસ્પીટલમાં આવેલા કાગાંરૂ માતા સંભાળ વોર્ડની પણ શુભેચ્છા મુલાકાત લીધી.
દાહોદ જિલ્લામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના સંદર્ભે ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામવિકાસ, પશુપાલન, ગૌસંવર્ધનના રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડે દાહોદ શહેરના એસ.ટી.મથકે સ્તનપાન રૂમનું ઉદ્દઘાટન કર્યુ હતું. મંત્રી બચુભાઇ ખાબડે શહેરના ઝાયડસ હોસ્પીટલમાં આવેલા કાગાંરૂ માતા સંભાળ વોર્ડની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદનાં એસ. ટી. મથકે નવનિર્મીત સ્તનપાન રૂમમાં મહિલાઓ માટે સ્તનપાન માટે આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મંત્રી બચુભાઇ ખાબડે રાજય સરકાર દ્વારા મહિલાઓ જાહેર સ્થળોએ પણ સ્તનપાન કરાવામાં મુંઝવણ ન અનુભવે તે માટે લેવામાં આવી રહેલા પગલાઓને બિરદાવ્યા હતા. દાહોદ એસ.ટી. મથકે નવો શરૂ કરવામાં આવી રહેલો સ્તનપાન રૂમ મહિલાઓને ખૂબ ઉપયોગી થશે અને શરમસંકોચને કારણે બાળક ભૂખ્યું રહે એવા પ્રસંગો નહી બને તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી બચુભાઇ ખાબડે શહેરની ઝાયડસ હોસ્પીટલમાં આવેલા કાંગારૂ માતા સંભાળ વોર્ડની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ત્યાં કરવામાં આવેલી રહેલી કામગીરીથી વાકેફ થયા હતા. હોસ્પીટલમાં સારવાર લઇ રહેલી મહિલાઓને ફળો વહેચીને શુભેચ્છાઓ પાઠવી હતી. કાંગારૂ માતા સંભાળ એટલે માતા બાળકને છાતી સરસું એક કલાક સુધી રાખે છે. કુપોષિત નવજાત શિશુને ફકત આટલું કરવાથી સ્વસ્થ થઇ જાય છે તથા વજન પણ પ્રમાણસર થઇ જાય છે. આ પ્રસંગે જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલ, મુખ્ય આરોગ્ય અધિકારી ગોસાઇ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here