દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પૂર્ણ, EVM અને VVPET મશીનને સીલ કરાયા , ફાઇનલ મતદાન 66.05%

0
401
દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારે ૦૬:૩૦ કલાક થી લોકો મતદાન કરવા માટે લાઈનોમાં ઉભા રહ્યા હતા અને ૦૭:૦૦ કલાક થી મતદાન શરૂ થતાંની સાથે જ લોકોએ મતદાન શરૂ કર્યું હતું. દાહોદ જિલ્લાના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર અને કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ કટારાએ વહેલા સવારમાં જ પોત પોતાના બૂથ ઉપર મતદાન કર્યું હતું.
પ્રથમ તબક્કાનાનું મતદાન માત્ર 12% રહ્યું હતું અને સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધીનું મતદાન 66.05% જેટલું થયું હતું. ગઈ વખત કરતા મતદાન ઓછું છે. જે સૂચવે છે ભાજપના ઉમેદવારની જીતની શક્યતાઓ પૂરેપૂરી છે. સાંજના 6.00 વાગતાની સાથે 1950 બૂથ પૈકી જે બૂથ ઉપર મતદાન થઈ ગયું હતું ત્યાંના EVM અને VVPET મશીનો પ્રિસાઈડિંગ ઓફિસરોની હાજરીમાં સીલ કરવામાં આવ્યા હતા. બંને ઉમેદવારોના ભાવિ હાલ તો EVM માં કેદ થઈ ગયા છે. અને હવે 23મી મે ના રોજ ખબર પડશે કે કોણ કોણ ઉપર કેટલું ભારી પડ્યું.
દાહોદ વિધાન સભાવાઇસ જો ટકાવારી ની વાત કરીએ તો : 
દાહોદ – 67.67%
સંતરામપુર – 62.36%
ફતેપુરા – 62..25%
ઝાલોદ  – 63.06%
લીમખેડા -72.27%
ગરબાડા – 67.12%
દેવગઢ બારીયા – 68.00%
———————————-
  1. દાહોદ જિલ્લાનું કુલ ફાઇનલ મતદાન   66.05% નોંધાયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here