દાહોદ જિલ્લા આચાર્ય સંઘનો 12 મો વાર્ષિક સેમિનાર યોજાયો

0
313

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય નગર દાહોદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં દાહોદ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા આયોજિત ૧૨ મો શૈક્ષણિક અને વહીવટી સંઘનો સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે બોર્ડ સભ્ય જયપ્રકાશ નારાયણ પટેલ, દિનેશભાઇ સેવક, રમણભાઈ ડી.પટેલ, અરવિંદભાઈ આર. પટેલ, ઉમેશભાઈ પટેલ, દાહોદ નગર પાલિકા અભિષેક મેડા, ડી.કે. પટેલ, મનોજ વ્યાસ, સુધીર લાલપુરવાળા, દીપેશ લાલપુરવાળા, નરેન્દ્ર સોની ઇન્ચાર્જ ડી.ઇ.ઓ. સુરેશભાઈ મેડા તેમજ અન્ય મંચસ્ત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાહોદ જિલ્લા આચાર્ય અને વહીવટી સંઘના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત ન રહી શક્યા હતા પરંતુ તેમનો સંદેશ આ પ્રસંગે વાંચી સાંભળવા માં આવ્યો હતો.અને ત્યાર પછી તમામ મંચસ્ત મહાનુભાવો એ પ્રસંગોચિત પ્રવચન કર્યા હતા. આ તમામ કાર્યક્રમનું સફળ સંચાલન વિષ્ણુ પટેલ અને અશ્વિનકુમાર જોશી એ કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here