ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના ઉપક્રમે મહિલા સ્વસહાય જૂથો કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ મેળાનું ઉદ્ઘાટન દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના સિટી ગ્રાઉન્ડ ઉપર ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા દ્વારા કરવામાં આવ્યું હતું . આ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત વિધાન સભાના દંડક , ડીડીઓ નેહાકુમાંરી, જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટર સી.એમ. બલાત તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સખી મેળા અને વંદે ગુજરાત પ્રદર્શનને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે, ત્યારે ગુજરાત વિધાન સભાના દંડક રમેશ કટારાએ કહ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા મહિલાઓની દરેક ક્ષેત્રે પ્રગતિ થાય તે માટે તેઓ ચિંતા કરી રહ્યા છે ત્યારે આપણા જિલ્લાના સૌ લોકોની પણ ફરજ બને છે કે પોતે પોતાના પગભર થતી મહિલાઓને આપણે આ સખી મેળામાં જઇ અને તેમને સાથ સહકાર આપીએ અને તેમના મનોબળમાં વધારો કરીએ જેથી તેઓ વધુ મજબૂત બને અને પ્રગતિ કરે. આ મેળામાં સખી મંડળો દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલ જેવા કે હાથ ગૂંથેલા વસ્તુઓ, કપડાં, ચપ્પલ, કિચન, ડેકોરેટીવ વસ્તુઓ, ખડી સાકરનો સરબત, મસાલા વગેરે વસ્તુઓના સ્ટોલ ઊભા કર્યા હતા.
દાહોદ જિલ્લા કક્ષાનો સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના દંડક દ્વારા કરવામાં આવ્યું
RELATED ARTICLES