દાહોદ જિલ્લા કક્ષાનો ૭૦ મો સ્વાતંત્ર્ય દિન ગરબાડા ખાતે ઉજવાશે

0
871

  logo-newstok-272-150x53(1)HONDA NAVI

         DAHOD DESK 

       સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આયોજન અંગેની બેઠક યોજાઇ

  દાહોદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો ૭૦ મો સ્વાતંત્ર્ય દિન ગરબાડા તાલુકા મથક ગરબાડા, બામણીયા ફળિયા, પ્રાથમિક શાળા સામે ઉજવાશે. ૭૦ મા સ્વાતંત્ર્ય પર્વ, ૧૫ મી, ઓગષ્ટ, ૨૦૧૬ની ઉજવણીના આયોજન અંગેની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી એલ.પી.પાડલઆના અધ્યક્ષસથાને કલેક્ટર કચેરી, સરદાર સભાખંડ ખાતે યોજાઇ હતી.

બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે મહામુલી આઝાદી અપાવતું સ્વાતંત્ર્ય પર્વ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાય તે માટે જિલ્લા તાલુકાના અગ્રણીઓ સહિત જાહેર જનતા સ્વેચ્છાએ પર્વમાં જોડાય તેવું વાતાવરણ ઉભું કરવું. પર્વની પૂર્વ સંધ્યાએ સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ સહિત વેપારીઓ પોતાની દુકાનો અને લોકો પ્‍ણ પોતાના ઘરોને રોશની કરે તેવી અપેક્ષા વ્યક્ત કરતાં તાલુકા સહિત જિલ્લાના વિકાસના કામોનું લોકાર્પણ કે ખાતમુર્હૂત ઉપસ્‍થિત રહેનાર મંત્રીશ્રી મહાનુભાવોના હસ્તે થાય, મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત પણ લોકો સ્વચ્છતા માટેના સંકલ્પ લે તે માટે જરૂરી આયોજન કરવા સાથે સાંસ્કૃત્તિક કાર્યક્રમ માત્ર ચીલાચાલુ નહીં પણ આમજનતા સુધી બાળ લગ્ન, વ્યસનો કે દહેજપ્રથા જેવા સામાજિક કુરિવાજોને – દૂષણોને ડામતા કાર્યક્રમો દ્વારા જન જન સુધી સંદેશો પહોંચે તેવું આયોજન કરવા જણાવ્યુ હતુ.

બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી કે.જે.બોર્ડરે સમગ્ર બેઠકનું સંચાલન કરતાં જણાવ્યુ હતુ કે મંત્રીશ્રી દ્વારા તાલુકાની કચેરીઓનું નિરિક્ષણ કરવામાં આવશે. તે માટે તમામ કચેરીઓની સ્વચ્છતા, રેકર્ડ વર્ગીકરણ સાથે જે તે કચેરીઓનું રંગરોગાન સાથે અધિકારી-કર્મચારી પણ હાજર રહે તેવી શ્રી બોર્ડરે સૂચના આપી હતી. લોકોને સ્વાતંત્ર્ય પર્વની જાણ થાય તે માટે પ્રભાત ફેરીનું આયોજન કરવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને સૂચન કર્યુ હતુ.  

બેઠકમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, અગ્રણીઓ, પત્રકારશ્રીઓ સહિતની અન્ય બેઠક વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, નિયમિત વિજ પુરવઠો નિયમિત રહે, અલ્પાહાર, બાળકોને દૂધ વિતરણ, પોલિસ વિભાગ દ્વારા પરેડ વગેરે આયોજન અંગેની પૃચ્છા કરી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અસ્‍ધકારસશ્રી સુજલ મયાત્રા, નાયબ વન સંરક્ષક સર્વેશ્રીમજમુદાર, શ્રી.પી.એ. વિહોલ, પ્રાંત અધિકારીશ્રી પી.એ.ગામિત જિલ્લા-તાલુકાના અધિરીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here