દાહોદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની બેઠક યોજાઈ

0
55

THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS 

દાહોદ કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની બેઠક જિલ્લા સેવા સદન કચેરી, દાહોદ ખાતે આજે તા.૨૦/૦૮/૨૦૧૯ ને મંગળવારના રોજ યોજાઇ હતી. પ્રાણીઓ પર થતા અત્યાચારોની રોકથામ માટે જિલ્લાના અધિકારીઓ અને સામાજીક કાર્યકરોએ બેઠકમાં ચર્ચા – વિચારણા કરી હતી.

દાહોદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયલી બેઠકમાં પ્રાણી અત્યાચાર ક્રુરતા નિવારણ સોસાયટીના નવા કાયદાઓ અને તેના અમલીકરણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સ ૧૯૬૨ ની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ સામાજિક સંસ્થાઓ, પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા પ્રાણીઓ પર થતા અત્યાચારો બાબતે શું કરી શકાય છે તે બાબતે સૂચનો કરવામાં આવ્યા હતા અને તેમની સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા. સોસાયટીમાં નવા સભ્યોની નોંધણી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં પ્રાણી અત્યાચાર ક્રુરતા નિવારણ સોસાયટીના ઉપપ્રમુખ ઉર્વશીદેવી અને સોસાયટીના સભ્યો, જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડો. ગોસાઇ, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, સામાજિક કાર્યકરો, પ્રકૃતિ મિત્ર મંડળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here