દાહોદ જિલ્લા કલેક્ટરની સૂચનાથી ફતેપુરામાં 423 થેલી અનઅધિકૃત ખાતર ઝડપી પાડવામાં આવ્યું, ગેરકાયદેસર ખાતર વેચતા વેપારી આલમમાં ફફડાટ

0
129

દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીને મળેલ માહિતીનાં આધારે ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરા પેટ્રોલ પંપની સામેની દુકાનોમાંથી અનઅધિકૃત રીતે વગર લાયસન્સે સંગ્રહ કરેલા ખાતરનો જથ્થો 394 બેગ અને ઇફકો યુરિયા 29 બેગ મળી કુલ 423 ખાતરનો થેલીનો જથ્થો ઝડપી પાડયો હતો. જિલ્લા કલેકટરની સુચના આધારે કૃષિ વિભાગની ટીમ દ્વારા આ ખાતરના જથ્થાને પકડી પાડવામાં આવ્યો હતો. આ ખાતરના જથ્થાને કૃષિ વિભાગની ટીમ દ્વારા Safe Custody મુકવામાં આવેલ છે, અને તેની કિંમત અંદાજે 1,12,719/- રૂપિયા થાય છે. આ જથ્થો કોઈ સુભાસભાઈ અગ્રવાલનો છે તેવી માહિતી મળેલ છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી મુજબ કલમ એસોન્સીએલ કોમોડિટી એક્ટ 1955 આધારિત કાર્યવાહી કરવામાં આવી છે. આ બાબતની જાણકારી ફતેપુરા બજાર વાયુવેગે ફેલાતા ખાતરના બે નંબરના વધુ ભાવ લઈ વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને ખાતરને સગેવગે કરી દેવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here