દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના માર્ગદર્શન હેઠળ COVID–19 Dashboard પોર્ટલ શરૂ કરાયું

0
516

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDAદાહોદ જિલ્લા કલેક્ટર અને સ્માર્ટ સિટી ચેરમેન વિજય ખરાડી COVID–19 ને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ જે રોજબરોજ અફવાઓ ફેલાય છે અને લોકો ગેરમાર્ગે દોરાઈને જે આડી-અવળી વાતો કરે છે અને લોકો અફવાઓથી દૂર રહે અને ડિજિટલ જમાનો છે જેમાં ઘેરે બેઠા લોકોને માહિતી મળી રહે, જેથી ખોટી અફવાઓ ફેલાતા અટકે તે માટે દાહોદ જિલ્લા કલેક્ટર અને સ્માર્ટ સિટી ચેરમેન વિજય ખરાડી દ્વારા “Dahod Smart City” પોર્ટલ ઉપર COVID–19 માટેનું એક અલગ Dashboard બનાવવામાં આવ્યું છે. જેમાં દાહોદને લગતા કોરોના વાઈરસ (COVID-19) ના જે પણ સમાચાર હશે તેને રોજે રોજ સમય સમય ઉપર અપડેટ કરવામાં આવશે. અને આ પોર્ટલ ઉપર તેને લગતા દરેક સમાચાર અપડેટ રહેશે.

દાહોદની જનતાને જણાવવાનું કે આ સાથે આપેલ Link ક્લિક કરવાથી http://portal.dahodsmartcity.in/CitizenPortalApplication-Dahod/CovidDashboard  કોરોના વાઈરસ (COVID-19) દાહોદના સમાચાર રોજબરોજ સમયસર મેળવી શકે છે. અને ખોટી અફવાઓથી બચી શકે અને દાહોદમાં ખોટી અફવાઓ ફેલાતી અટકે અને ભયનો ખોટો માહોલ ઊભો થાય નહીં. તેનાં માટે “Dahod Smart City” પોર્ટલ ઉપર COVID-19 ને લગતું એક Dashboard ઊભું કરવામાં આવ્યું છે. જેને  NewsTok24  ના માધ્યમથી ઉપર Link આપવામાં આવી છે. જે લિંક ઉપર રેગ્યુલર ક્લિક કરી અપડેટ રહીએ. અને જો આપેલ Link ક્લિક ના થાય તો તે Link ને બે – ચાર સેકન્ડ ક્લિક કરી રાખશો તો તે Link ને Copy કરી શકશો અથવા google માં આપ તેને type પણ કરી Open શકો છો. દાહોદ જિલ્લા કલેક્ટર અને સ્માર્ટ સિટિ ચેરમેન દ્વારા દરેક દાહોદના લોકોને ખોટી અફવાઓથી બચવા વિનંતી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here