દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ કોરોનાને લઈને આપી ટિપ્સ, ક્વોરન્ટાઇનનો ભંગ કરનાર સામે થશે પોલીસ કાર્યવાહી

0
363

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા આજે તા.૧૫/૦૫/૨૦૨૦ ને શુક્રવારના રોજ સમગ્ર દાહોદ જિલ્લાની જનતાને જરૂરી માર્ગદરાશન પૂરું પાડવામાં આવ્યું છે. અને તેમણે કહ્યું કે દાહોદમાં જીલ્લામાં કોરોના સંક્રમણની વાત કરીએ તો તા.૦૧/૦૫/૨૦૨૦ પછી દાહોદ જિલ્લામાં ખાસ કરીને અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યમાંથી જે આવતા લોકો છે તેમની અવર જવર વધી છે અને આવા જે લોકો પાસ લઈને અન્ય રાજ્ય કે અન્ય જીલ્લામાંથી દાહોદમાં આવે છે તેમના માટે સ્થિતિ પ્રમાણે હોમ ક્વોરન્ટાઇન કે ગવર્મેન્ટ ક્વોરન્ટાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને જે લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામા આવ્યા છે. તે લોકો ચુસ્ત પણે હોમ ક્વોરન્ટાઇનનું પાલન કરે તે જરૂરી છે. કારણકે એવું પણ ધ્યાન ઉપર આવ્યું છે કે ઘણા બધા જે લોકો કે જેને ૧૪ દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન કરવાની સૂચના આપવામાં આવી છે, છતાં પણે એ લોકો બહાર કે બજારમાં ફરતા હોય છે અને જેના કારણે કોરોનાનું સંક્રમણનો જે ખતરો છે તે બનતો હોય છે. જો આવા લોકો હોમ ક્વોરન્ટાઇનનું પાલન નહીં કરે તો આવા લોકો સામે કડકમાં કડક પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે તેની સૌએ નોંધ લેવા જણાવવામાં આવે છે.

વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે ખાસ કરીને જ્યારે હવે લોકડાઉન – ૪ આવવાનું છે અને નવી રીતે તેનો અમલ શરૂ કરવા સોમવાર પછી કરીશું તેમાં ત્રણ બાબતો ખૂબ મહત્વની છે તેનું ખાસ ધ્યાન રખવાનું છે.

  • જેમાં પહેલી બાબત એ છે કે દાહોદ જિલ્લાના જે પણ લોકો ઘરની બહાર નીકળે તો તે લોકોએ આજ પછી ફરજિયાત માસ્ક પહેરીને જ બહાર જવાનું છે. માસ્ક જે છે તે આપને પૂરેપૂરી સુરક્ષા પૂરી પાડે છે. જે પણ લોકો માસ્ક પહેર્યા વગર બહાર નીકળશે તે લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે.
  • બીજી બાબત જે છે તે સોશિયલ ડિસ્ટન્સિંગની છે, અને સોશિયલ ડિસ્ટન્સિંગ જે છે તે કોરોના સંક્રમણનો ખતરો છે તે ટાળે છે. એટલા માટે જેટલા પણ દુકાનદારો છે અને જે પણ લોકો પોતાની દુકાનો ખોલવાના છે અને અત્યારે પણ ખુલ્લી છે તેમના માટે એક નોધ લેવાની બાબત એ છે કે હવેથી એ લોકો પણ એક કોરોના વોરિયર્સ એટ્લે કે એક હેલ્પર જેવો માણસ દુકાનમા રાખે કે જેથી તેમની દુકાનમા ભીડભાડ કે બીજું કશું ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે એ પ્રમાણે આ કોરોના વોરિયર્સ દરેક દુકાન દીઠ રહેશે તો એક ઉત્તમ વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સિંગની દાહોદ જીલ્લામાં આપણે ઊભી કરી શકીશું. 
  • તેની સાથે ત્રીજી બાબત જે છે એ આયુષને લગતી છે. ખાસ કરીને જેટલી પણ રોગ પ્રતિકારક શક્તિ આપણે વધારીશું એટલું કોરોના સામે લડવા માટે એ મહત્વનુ સાબિત થશે. તેના માટે ઉકાળા અને ખાસ કરીને ઘરઘથ્થું ઉપાયો જેમ કે આપણાં ઘરમાં લસણ હોય, હળદર હોય, સૂંઠ હોય તેનો પણ પ્રયોગ ઘરોમાં થતો હોય છે, તો જે બાબતો આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેનો મહત્તમ ઉપયોગ આ સમય દરમિયાન થાય.

તે આપ સૌને મારા તરફથી જણાવવામાં આવે છે જેની સૌ નાગરિકો નોંધ લે તેવી વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here