દાહોદ જિલ્લા કલેક્ટરએ સમગ્ર દાહોદ જિલ્લા માટે ૧ જુલાઈ, ૨૦૨૦ થી Unlock – 2 ની ગાઈડ લાઈન્સ જાહેર કરી

0
170

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

રાજયના ગૃહ વિભાગે Unlock – 2 ની ગાઈડલાઈન્સ ભારત સરકારે જાહેર કરેલા દિશા નિર્દેશોને પગલે જાહેર કરી છે તેના સંદર્ભમાં દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ૧ જુલાઈ, ૨૦૨૦ થી જિલ્લામાં તેની અમલવારી બાબતે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, દાહોદ જીલ્લામાં રાતે ૧૦:૦૦ વાગેથી સવારે ૦૫:૦૦ વાગ્યા સુધી કર્ફ્યુંનો અમલ ચાલુ રહેશે. જે વિસ્તારોનો કન્ટેઈનમેન્ટ અને માંઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં સવારે ૦૭:૦૦ વાગ્યા થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી જીવન જરૂરયાતની વસ્તુ મળી રહેશે. નોન કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં રાતે ૦૮:૦૦ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. ઉપરાંત હોટલ તથા રેસ્ટોરન્ટ રાત્રીના ૦૯:૦૦ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.

THIS NEWS IS POWERED BY –– PHONE WALE

વધુમાં તેમણે જણાવ્યું કે, સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, સ્ટેડીયમ તેમને પણ ખુલ્લા રાખી શકાશે પરંતુ પ્રેક્ષકો સામેલ થઇ શકશે નહી અને મેળાવડો પણ કરી શકશે નહિ. આંતર રાજય અને આંતર જિલ્લા હેરફેર કરી શકાશે. શાળા કોલેજો સહીત સિનેમા, જીમ્નેશિયમ, બગીચા, સ્વીમીંગ પુલ ૩૧ જુલાઈ, ૨૦૨૦ સુધી બંધ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here