દાહોદ જિલ્લા પંચાયતના મહિલા કર્મચારીઓએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની DDO અને જિલ્લા પંચાતના પ્રમુખ સાથે કેક કાપી ભવ્ય ઉજવણી કરી

0
92

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

ઇતિહાસમાં સૌ પ્રથમવાર જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) બંને મહિલા અધિકારીના સંજોગ હોય એવા સમયે તા. ૦૮/૦૩/૨૦૨૨ ને મંગળવારના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત દાહોદ ની મહિલા કર્મચારીઓ દ્વારા બંનેનો આવકાર કરી મહિલા દિવસની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે દાહોદમાં જિલ્લા પંચાયતના મહિલા કર્મચારીઓએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલા દિનની DDO નેહા કુમારી અને જિલ્લા પંચાતના પ્રમુખ શીતલબેન વાઘેલા સાથે કેક કાપી ભવ્ય ઉજવણી કરી. બંને મહિલાઓ ડી.ડી.ઓ. અને પ્રમુખ સાથે મહિલા કર્મચારીઓએ વુમન એમ્પારવમેન્ટનું લાઈવ એકઝામ્પલ કહી શકાય અને આ દાહોદ જિલ્લા માટે ખૂબ ગર્વની બાબત કહી શકાય.

THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS 

દાહોદ જિલ્લા પંચાયતની મહિલા કર્મચારીઓએ ઉત્સાહભેર કાર્યક્રમનું આયોજન કર્યું અને ટુંકી મુદતમાં આયોજન કર્યું હોવા છતાં જિલ્લા પંચાયતના બંને મહિલા પદાધિકારીઓએ આ કર્મચારીઓની સાથે મહિલા દિનની ઉજવણી કરી તેઓને પણ પ્રોત્સાહન મળે તે માટે ઉમંગભેર ભાગ લીધો હતો.

 CLEAN YOUR HAND REGULARLY WITH OXI9 POMEGRANATE HAND SANITIZER 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here