દાહોદ જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો

0
550

 

 

THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS

દાહોદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આજે સવારે યોજાઈ હતી જેમાં કોંગ્રેસની જિલ્લા પંચાયત હોવા છતાં દાહોદ જિલ્લા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લેતા કોંગ્રેસમાં સોપો પડી ગયો હતો.

કૉંગ્રેસના ૯ સભ્યો ગેરહાજર રહ્યા હતા અને તેઓને ભાજપ ના સભ્યો દ્વાર અપહરણ કરી લઇ જવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ કૉંગ્રેસના ૧૭ સભ્યો હાજર રહ્યા હતા અને કુલ ૨૬ સભ્યો માંથી ૯ સભ્યો હાજર ન રહેતા કોંગ્રેસના સભ્યો સભા ખંડમાં વોટિંગ કર્યા વગર જતા રહ્યા હતા અને તેઓએ ચુંટણી અધિકારી સમક્ષ એવી રજુઆત કરી હતી કે અમારા પુરા સભ્યો હાજર હશે તોજ અમે વોટિંગ કરીશું પરંતુ દાહોદ જિલ્લા પંચાયતના ઈલેક્શન ઓફિસર કાનૂની રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી બહુમતીવાળા ભાજપને પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવાની સત્તા આપી અને તેઓના પ્રમુખ અને ઉપપ્રમુખ ને વિજેતા જાહેર કાર્ય હતા.

ભાજપ બહુમતીમાં આવતા જિલ્લા પંચાયત ફરી ભાજપની બની, આમ જિલ્લા પંચાયત સભ્યો કૉંગ્રેસના વધુ છે પરંતુ ૯ સભ્યો ગેર હાજર રહેતા ભાજપનો ભગવો લહેરાયો હતો અને કોંગ્રેસના સભ્યો ધોયેલા મોઢે પાછા ફર્યા હતા. જિલ્લા પંચાયત દાહોદ કોંગ્રેસ પાસેથી જતી રહેતા કોંગ્રેસના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો પરંતુ પોતાન જ ૯ સભ્યો પલ્ટી જઈ અને ગેરહાજર રહેતા લપડાક પડી હતી. આમ ભાજપના યોગેશ પારગીને જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઇન્દીરાબેન કરણસીંગ ડામોરને ઉપપ્રમુખ તરીકે જાહેર કરતા તેઓ ભાજપ ના કાર્યકર્તા સાથે જુલુસ કાઢી રવાના થયા હતા.

નોંધ: – દાહોદ જિલ્લાના તાલુકા પંચાયતોના પરિણામ નીચે મુજબ રહ્યા.

  • લીમખેડા તાલુકા પંચાયત ઉપર ભાજપે સત્તા જાળવી રાખી, પ્રમુખ પદે લતાબેન ભાભોર, ઉપ પ્રમુખ પદે સરતન ડામોરની વરણી કરવામાં આવી.
  • દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકા પંચાયતની કોગ્રેસ દ્વારા ભાજપા પાસેથી સત્તા આચકી કોગ્રેસના ચંપાબેન બાબુભાઈ નીસરતા પ્રમુખ તરીકે ચુટાયા તથા વાધજીભાઇ અમલીયાર ઉપપ્રમુખ તરીકે ચુટાયા.
  • જ્યારે દાહોદ તાલુકા પંચાયત કૉંગ્રેસએ સાચવી રાખી કૉંગ્રેસના બદુડીબેન મેડા પ્રમુખ બન્યા અને રાજુ રાઠોડ ઉપપ્રમુખ પદે નીમાયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here