આજે તા.૧૫/૦૮/૨૦૨૦ ને શનિવારના રોજ ૭૪માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની જિલ્લા પંચાયત કચેરીના પ્રમુખ યોગેશ પારગીના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેની દાહોદ જિલ્લા પંચાયત અધિકારીઓ અને સમગ્ર કર્મચારીઓ દ્વારા ઉમંગ અને ઉત્સાહ સાથે મયાર્દિત સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી.
