દાહોદ જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે દાહોદ જિલ્લા પોલીસ અને દાઉદી વોહરા સમાજ  દ્વારા વૃક્ષારોપણનો મોટા પાયે કાર્યક્રમ યોજાયો 

0
200
THIS NEWS IS SPONSORED BY : RAHUL HONDA
દાહોદ જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે દાહોદ જિલ્લા પોલીસ અને દાઉદી વોહરા સમાજ દ્વારા વૃક્ષારોપણનો મોટાપાયે કાર્યક્રમ યોજાયો  હતો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહ, દાઉદી વોહરા સમાજના ગોદી રોડના આમીલ મુર્તુઝા, હેડ કવાટર Dy.S.P. એમ.કે ગોહિલ, વેપારી એસોસિએશનના ઇકબાલ ખરોદાવાલા, તેમજ વોહરા સમાજના ગોદી રોડના સેક્રેટરી અને દાહોદ ટાઉન પોલીસ ઇન્સ્પેકટર કે.જી.પટેલ તેમજ દાહોદ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો  હતો.
આ કાર્યક્રમની શરૂઆત દાહોદ જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહના સ્વાગતથી કરવામાં આવી હતી અને ત્યાર બાદ દાહોદ જિલ્લા Dy.S.P. હેડ કવાટર એમ.કે ગોહિલનું સ્વાગત કરી અને દાહોદ જિલ્લા વોહરા સમાજના અગ્રણી વેપારી ઇકબાલ ખરોદાવાલાએ જણાવ્યું હતું કે અમારા મોલાના અને બોમ્બે સ્થિત ધર્મગુરુના આદેશ થી અમે વર્ષોથી આ ટ્રી પ્લાન્ટેશનનું કામ કરીએ છીએ અને અમારી સમાજના યુવાઓએ અત્યાર સુધી ૪૭૯૨૪ વૃક્ષો વાવી દીધા છે.

વધુમાં ઉમેરતા તેઓએ કહ્યું હતું કે આ યુવાઓ માત્ર વૃક્ષો વાવતા જ નથી તેની માવજત પણ કરે છે અને આ વૃક્ષોનું દર રવિવારે જ્યાં જ્યાં વાવેલા છે ત્યાં જઈ અને ચકાસીને જે તે જરૂરત પુરી કરે છે.આ પ્રસંગે દાહોદ જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહ, આમીલ મુરતઝા, Dy.S.P. હેડ કવાટર એમ.કે ગોહિલે વૃક્ષારોપણ કરી અને છોડને પાણી પીવડાવ્યું હતું ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસ સ્ટાફ અને વોહરા સમાજના યુવાનો વૃક્ષ રોપવામાં લાગી ગયા હતા. આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં આજે કુલ જિલ્લામાં ૩૦૦૦ જેટલા વૃક્ષો રોપાશે અને ખાસ કરીને ચોમાસુ છે એટલે તે વૃક્ષને વધુ ફાયદો થાય અને વ્યવસ્થિત ઉગવામાં મદદ મળે એટલે હાલમાં આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તેનાથી વાતાવરણ અને પ્રકૃતિનો તો બહવઃ થાય છે પરંતુ માનવ જીવન પર પણ તેની ઘણી બધી અસર થાય જેમકે વધુ ઓક્સિજન મળે, વરસાદ વધુ આવે અને તડકામાંથી બચવા માટે છાંયડો પણ મળે છે. આમ દાહોદ જિલ્લા પોલીસ વડા અને દાઉદી વ્હોરા સમાજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમ ખુબજ સારી રીતે સંપન્ન થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here