દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરની કડક શબ્દોમાં ચેતવણી : દાહોદ જિલ્લામાં અફવા ફેલાવનારા તત્વો સામે સખત કાર્યવાહી કરાશે

0
186

કોરોના વાયરસને લઇને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાયોગ્ય રાખવા માટે દાહોદ જિલ્લાનું પોલીસ તંત્ર સંપૂર્ણપણે તૈયાર

દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે કડક શબ્દોમાં ચેતવણી આપવા જણાવ્યું છે કે, હાલમાં કોરોના વાયરસની સ્થિતિમાં અફવાઓ ફેલાવનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. લોકોને ભ્રમિત કરતા અને ખોટી માહિતી ફેલાવી પેનિક ફેલાવતા તત્વોને નશ્યત કરવામાં આવશે. જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે કહ્યું કે, કોરોના વાયરસને લઇને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાયોગ્ય રાખવા માટે દાહોદ જિલ્લાનું પોલીસ તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે. દાહોદ જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવી છે. તેનો પણ પોલીસ દ્વારા ચુસ્તપણે અમલ કરવામાં આવશે.

પત્રકારો સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસથી સલામત રહેવા માટે સરકારના હેલ્થ વિભાગ દ્વારા નિયમિત રીતે માર્ગદર્શન તથા સૂચનાઓ જારી કરવામાં આવે છે. તેનું લોકો સ્વયંભૂ પાલન કરે એ આવશ્યક છે. દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે ખેભેથી ખભા મિલાવી કામ કરી રહ્યું છે. સામાજિક પ્રસંગોની બાબતોએ પોલીસ વડા હિતેશ જોયસરે ઉમેર્યું કે, કોરોના વાયરસના સંક્રમણના તબક્કાને જો ધ્યાને લેવામાં આવે તો આગામી ૧૫ દિવસ ખૂબ જ મહત્વના છે. તેથી લોકોએ પોતાની રીતે જ સામાજિક પ્રસંગો ટાળવા જોઇએ. ડિસ્કજોકી, મ્યુઝિક અને લગ્ન સમારોહ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે, તેનો દાહોદમાં ચુસ્તપણે અમલ કરાવવા માટે પોલીસ તંત્ર પ્રતિબદ્ધ છે.

આ સમય નાગરિકધર્મ નિભાવવાનો છે, એમ કહેતા એસ.પી. હિતેશ જોયસરએ જણાવ્યું કે, જો આપણે કોરોનાથી સલામત રહીશું તો આપણો પાડોશી સલામત રહેશે. જો આપણો પાડોશી સલામત હશે તો આપણે સલામત રહેશું. એ આ વાયરસ આપણને કોઇને સંક્રમિત ના કરે તે બાબતે ખાસ તકેદારી રાખવી જોઇએ. વધુમાં એસ.પી. હિતેશ જોયસરએ કહ્યું કે, આંતરરાજ્ય સરહદો ઉપર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતા સ્ક્રિનિંગમાં પણ પોલીસ તંત્ર દ્વારા સહયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસ તંત્ર દ્વારા રિક્ષા એસોસીએશન સહિતના સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠકો કરવામાં આવી છે. દાહોદના વિવિધ પોલીસ સ્ટેશન ચોવીસે કલાક કાર્યરત છે. તેમાં પ્રવેશ માટે ફરિયાદ સાથે હવે ફરિયાદી સાથે માત્ર એક-બે વ્યક્તિને જ મંજૂરી આપવામાં આવશે. પોલીસ સ્ટેશન આસ – પાસ ટોળા પણ થવા દેવામાં નહીં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here