ગત તા.૨૧/૦૮/૨૦૨૦ ને શુક્રવારના રોજ દાહોદ જિલ્લા શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લાની કારોબારી ટીમની એક બેઠક કે. જે. ભાભોર કન્યા વિદ્યાલય લીમખેડા મુકામે જિલ્લા અધ્યક્ષ બળવંતસિંહ ડાંગરના અધ્યક્ષ પદે યોજાઈ. જેમાં જિલ્લા ઉપપ્રમુખ તરીકે ધાનપુર તાલુકાના માજી બી.આર.સી. અને બોધડવા પ્રાથમિક શાળાના આચાર્ય ભરતસિંહ રાઠવાની નિયુક્તિ કરવામાં આવી. બેઠકમાં જુદા જુદા મુદ્દાઓ જેમકે સદસ્યતા અભિયાન, તાલુકા – જિલ્લાના પડતર પ્રશ્નો, 9-20-31 ના સ્કેલની ફાઈલની તાલુકામાં સ્થિતિ, HTAT શિક્ષકોના પ્રશ્નો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કારોબારીમાં દરેક તાલુકાના અધ્યક્ષ, મંત્રી અને ખજાનચી હાજર રહ્યા હતા જિલ્લા મંત્રી નિતેશભાઈ પટેલ, પ્રાંત ઉપાધ્યક્ષ સરદારભાઈ, રાજ્ય કારોબારી દેશીંગ તડવી પણ ઉપસ્થિત રહયા હતા.
દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારીની બેઠક લીમખેડાની કે.જે. ભાભોર માધ્યમિક શાળામાં યોજાઈ
RELATED ARTICLES