દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘની ઉત્કૃષ્ઠ કામગીરી

0
1061

દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે શિક્ષકો ના વહીવટી પ્રશ્નો  સાથે સાથે પ્રાથમિક શૈક્ષિક સંઘ અવ નવી સેવાકીય પ્રવૃતિઓ અવિરત કરે છે.

દાહોદ પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા લોકડાઉનના સમયમાં સમગ્ર દાહોદ જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ, આયુર્વેદિક ઉકાળો જેવી સેવાકીય પ્રવૃતિઓ કરી હતી. હાલમાં જ એક આવી એક સેવાકીય પ્રવૃત્તિ થી સમગ્ર સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું  છે.

લીમખેડા તાલુકાના નાનામાળ પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવતા શિક્ષક ઉત્કર્ષ ડી. પંડ્યાને તા.૦૪/૦૮/૨૦૨૦ રોજ એક ગંભીર અકસ્માત થયો જેમાં તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા સારવાર માટે ખુબજ મોટી રકમની જરૂરિયાત હતી પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી હતી અને પરિવારમાં એક ના એક સંતાન. ત્યારે આ બાબત દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘના અધ્યક્ષ બળવંતભાઈ ડાંગર ને માલુમ પડતા તેઓ દ્વારા શિક્ષક પરિવાર ને આર્થિક મદદની સોશિયલ મીડિયા મુહિમ શરૂ કરી અને ટૂંકા જ સમયમાં આ પરિવારને મદદ માટે સ્વયંમ ભૂ સંવેદનાનો ધોધ વહી પડ્યો. માત્ર 5 થી 6 કલાકમાં જરૂરી આર્થિક મદદ શિક્ષકના ખાતામાં જમા કરવામાં આવી. એક શિક્ષકને મુશ્કેલીના સમયમાં પોતાનો શિક્ષક પરિવાર અડીખમ સાથે ઉભો રહ્યો. તથા સમાજ માં એક અલગ અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. દાહોદ શિક્ષક સમાજની સાથે સાથે અન્ય જિલ્લા મહીસાગર, અમદાવાદ તથા અમરેલી જિલ્લા ના UPTU સંગઠન સહીત જિલ્લાના તમામ શિક્ષકો અને શિક્ષણ સાથે જોડાયેલા તમામે સહયોગ આપી પરિવારને સહયોગ અને મનોબળ પૂરું પાડ્યું હતું. મહીસાગર જિલ્લાના અને હાલ અમરેલીમાં એસ.આઈ. તરીકે ફરજ બજાવતા મેહુલભાઈ જોશી જેઓએ આ સેવાના કાર્યમાં ખુબ સહકાર આપ્યો હતો અને ભવિષ્યમાં સહયોગ આપવાની તત્પરતા દર્શાવી હતી. દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘના આ સેવા કાર્યની સોસીયલ મીડિયામાં ખુબ જ નોંધ લેવામાં આવી છે તથા આ કાર્યની પ્રશંશા કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here